Breaking NewsLatest

સુરત ખાતે વિશ્વઉમિયાધામના દક્ષિણ ગુજરાત કાર્યાલયનો શુભારંભ


– કાર્યાલય શુભારંભ પ્રસંગે 15 કરોડના દાનની જાહેરાત થઈ
— ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 51 લાખના ગોલ્ડન દાતા બન્યા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઉંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર દ્વારા  ચાલતી અનેક વિધિ સામાજિક પ્રવૃતિઓનો દક્ષિણ ગુજરાતમાં પણ લાભ મળે તે હેતુથી તા. 06.02.2022ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરત કાર્યાલયનો શુભારંભ કરાયો છે.
સુરત જિલ્લા કાર્યાલયનો શુભારંભ શ્રી નરોત્તમભાઇ પટેલ,  માન. પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને સંસ્થાના પ્લેટિનમ દાતાશ્રી’ ICU ઓન વ્હીલ્સ મેડિકલ વાનનું લોકાર્પણ શ્રી સી. આર. પાટીલ, માન. પ્રદેશ પ્રમુખશ્રી ભાજપ તથા મેડીકલ સ્ટોરનું લોકાર્પણ સંસ્થાના પ્રમુખશ્રી આર. પી.પટેલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું


સદર પ્રોગ્રામમાં મહેમાનશ્રી તરીકે શ્રી એમ.એસ.પટેલ,  માન. પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભાજપા તથા શ્રી વિવેકભાઈ પટેલ ધારાસભ્યશ્રી, સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા અને વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદથી સંસ્થાના અનેક હોદેદારશ્રીઓ તેમજ વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, નવસારી, ખેડા, વાપી વિગેરે વિસ્તારોમાંથી દાતાટ્રસ્ટીશ્રીઓ તેમજ સંગઠનના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


વધુમાં સદર પ્રોગ્રામ દરમિયાન સુરત શહેરના દાતાશ્રીઓએ એક કદમ આગળ વધીને તેમના દ્વારા અગાઉ જાહેર કરેલ માતબર રકમમાં વધારો કરીને સંસ્થાની ગરિમામા ચાર ચાંદ લગાવી દીધા છે…
જાહેર કરેલા દાનના દાતાશ્રીઓ
1. શ્રી કે. સી. પટેલ – શાલીની ગ્રુપ, સિલ્વરદાતા માંથી ગોલ્ડનદાતાશ્રી
2. શ્રી સુરેશભાઈ પટેલ – ચિરાગ જેમ્સ, સિલ્વર દાતામાંથી પ્લેટિનમ દાતાશ્રી
3. શ્રી સુરેશભાઈ પટેલ – શુભગ્રુપ, સિલ્વર દાતામાંથી ગોલ્ડનદાતાશ્રી
4. શ્રી રમેશભાઈ પારસિયા જેઓ નવા સિલ્વર દાતાશ્રી બન્યા છે.
5. ચતુરભાઈ જે પટેલ ટુંડાવવાળા રૂ. ૫૧ લાખનું દાન મેડિકલ વાન માટે.
6. શ્રીમતી સવિતાબેન દેવશીભાઈ કામાની રૂ. 11 લાખ 7 હજાર રૂપિયાનું દાન જાહેર કરેલ.
7. સ્વ હીરાબેન પરસોત્તમભાઈ વાડીવાળા  ડાયાભાઈ તરફથી રૂ. 11 લાખનું દાન જાહેર..
8. અને વિશેષ જેમને નામ ન જાહેર કરવાની શરતે આજે રૂપિયા 11 કરોડનું દાન જાહેર કરેલ છે.  ખરેખર આવા દાતાશ્રીઓ  અભિનંદનને પાત્ર છે


………અને ખાસ આજની મેડિકલ વાનનું લોકાર્પણ કરનાર શ્રી સી. આર. પાટીલ, માન. પ્રદેશ અધ્યક્ષશ્રી ભાજપા રૂપિયા 51 લાખના ગોલ્ડન દાતા બની મા ઉમિયાના કૃપાપાત્ર બન્યા છે.  તે બદલ સંસ્થાનાં તમામ દાતાટ્રસ્ટીઓ તેમનો  આભાર વ્યક્ત કરે છે.

આમ આજના સુરત જિલ્લા કાર્યાલય – શુભારંભમાં રૂ. ૧૫ કરોડ જેટલી માતબર રકમનું દાન જાહેર કરેલ છે,  તે તમામ દાતાશ્રીઓનો સંસ્થાવતી ખૂબ ખૂબ આભાર અને મા ઉમિયા તેમની હર મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સહ…

આ સંપૂર્ણ કાર્યક્રમને સંસ્થાના પ્રમુખશ્રી આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ ઓપ આપનાર સુરત શહેર તેમજ આસપાસ વિસ્તારના દાતાશ્રીઓ અને તેમની સાથે ખડે પગે રાતદિવસ મહેનત કરી… શ્રી જીગ્નેશ પટેલ,  શ્રી મયંક પટેલ, શ્રી જીગર પટેલ, શ્રી પિયુષભાઈ પટેલ તેમજ અનેક કાર્યકર મિત્રો તથા બહેનોએ લગન અને નિષ્ઠાપૂર્વક સંસ્થા સાથે જોડાઈને કાર્યક્રમને સફળ બનાવેલ છે,  તે તમામનો ખુબ ખુબ આભાર  અને મા ઉમિયા આજરીતે હર હંમેશ તેમના હૃદયમાં વાસ થઈને તેમને સમાજ સેવાના ભગીરથ કાર્યમાં સેવા કરવાની શક્તિ આપે તેવી મા ઉમિયા ને પ્રાર્થના

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *