કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સરદારધામ અમદાવાદ ખાતે આપણા રાષ્ટ્રના સર્વોચ્ચ સન્માનનીય પદ્મશ્રી એવા સવજીકાકા ધોળકીયાનો અભિવાદન કાર્યક્રમ વસંતપંચમીના રોજ યોજાયો હતો.જેમાં સરદારધામની દરેક સમિતિઓના સભ્યો દ્વારા સવજીકાકાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.જેમાં દિલીપભાઈ સંઘાણી હાજર રહી સરદારધામના 13 માં સ્થાપક ટ્રસ્ટી બની જોડાયા હતા.આ પ્રસંગે કનુકાકા પટેલ પરીવાર દ્વારા 5 કરોડનું દાન આપી બાળકોના શિક્ષણને વેગ આપ્યો હતો આ સાથે એક ખાસ સીખ આપી હતી કે યોગ્ય પાત્રના હાથમાં ધંધાની કમાન સોંપવી જોઈએ.જ્યારે સવજીકાકાએ પ્રગતિના મંત્ર આપ્યા હતા જેમાં જીવનમાં સાચા હૃદયથી તમારો ગોલ નક્કી કરો પછી એના પર આગળ વધતા રહો ,પરિવાર,સમાજ અને રાષ્ટ્રને સર્વોપરી માની કાર્ય કરો.જેટલું આપશો એનાથી વધુ મળશે .ગગજીકાકાએ એમની આગવી શૈલીમાં વસંતપંચમીના ઉત્સવને અનુરૂપ પાટીદાર દીકરા દીકરીઓ માટે આશરે 10 કરોડ જેટલું દાન માત્ર ક્લાકમાં હસતા હસતા કરાવ્યુ હતું.આ પ્રસંગે સરદારધામ વિશ્વ પાટીદાર મીડિયા સમિતિના સભ્યો જીજ્ઞેશભાઈ પટેલ,અમિતભાઇ પટેલ,ધવલ માંકડીયા ,લક્ષ્મણભાઈ પટેલ,મંથન દોગા અને અતુલકુમાર પટેલે હાજર રહી સવજીભાઈ ધોળકિયા અને જોરાવરસિંહ જાદવનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે મારા મિત્ર અને મોટીવેશનલ સ્પીકર એવા સંજયભાઈ રાવલને મળવાનું થયું તેમજ અન્ય ઘણા સારા વ્યક્તિ વિશેષને પણ મળતા એનર્જી મળી હતી.
સરદારધામ વિશ્વ પાટીદાર મીડિયા સમિતિના સભ્યો જીજ્ઞેશભાઈ પટેલ,અમિતભાઇ પટેલ,ધવલ માંકડીયા ,લક્ષ્મણભાઈ પટેલ,મંથન દોગા અને અતુલકુમાર પટેલ.