“ગામડાંની બહેનો માટે આ યોજના આશીર્વાદ સમાન”
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાની મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે રાષ્ટ્રિય ગ્રામિણ આજિવિકા મિશન અંતર્ગત એન.આર.એલ.એમ યોજના થકી સખી મંડળની એક લાખથી વધુ મહિલાઓને બેંક દ્રારા લોન આપવમાં આવી છે. ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓને આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી સરકારશ્રી ધ્વારા અનેકવિધ યોજનાઓનુ અમલીકરણ થઇ રહ્યુ છે.
સાબકાંઠા જિલ્લામાં એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ૧૦,૪૫૦ સખી મંડળો છે. જિલ્લામાં કુલ ૧,૦૮,૪૦૮ મહિલાઓ સખી મંડળને બેંક થકી આર્થિક સહાય મળેલ છે. જિલ્લામાં સખી મંડળની મહિલાઓ સખી મંડળ મારફતે મળતી બેંક લોન સહાય થકી લઘુ ઉદ્યોગથી રોજગારી મેળવે છે. ગામડાની બહેનો માટે એન.આર.એલ.એમ. યોજના આશીર્વાદ સમાન સાબિત થઇ છે. મિશન મંગલમ યોજના અંતર્ગત ગ્રામીણ ગરીબ કુટુંબોમાં સ્વસહાય જુથો રચી આર્થિક પ્રવૃત્તિ સાથે સાંકળવા તેમજ રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ સાથે જોડવાના હેતુથી ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સ્વરોજગારી પુરી પાડી ગ્રામીણ ગરીબ કુટુંબોને આર્થિક રીતે પગભર બનાવવાની પ્રવૃત્તિઓ હાથ ધરાયેલ છે. એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧ દરમિયાન ૧૫૨૭ જુથોને રૂ.૧૬,૭૮,૫૮,૦૦૦/-ની લોન આપવમાં આવી હતી. જ્યારે વર્ષે ૨૦૨૨માં ૧૫૬૩ જુથોને રૂ. ૧૫,૯૨,૯૫,૦૦૦/-ની લોન આપવામાં આવી છે.