તખુભાઈ સાંડસુર
મોદી પોતાની ચોક્કસ આઈડિયોલોઝી જાણીતા છે. તે રાજનીતિમાં નવા શિખરો કેવી રીતે સર કરી શકાય તે માટે એક અભ્યાસનો વિષય બની ગયાં છે.સને 2002માં તેમની સક્રિય રાજનીતિમાં એન્ટ્રી અને પછી સતત નવા પડાવ ઉપર,નવા મુકામ પર પહોંચી જવા વ્યુહ,નીતિ આદર્શો અને કૌશલ્યમાં તેઓ કદી પણ પારોઠના પગલાં ભરતાં દેખાયાં નથી.
જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં,ત્યારથી લગભગ પત્રકારો થી ખૂબ નિશ્ચિત અંતર જાળવી રાખવામાં તે માહેર હતા.મારી જાણ મુજબ સને 2014માં રાષ્ટ્રીય રાજનીતિમાં તેમના પદાર્પણ પછી કોઈ પત્રકાર સામે મુખાતીબ થવાનો પ્રસંગ કદાચ ગઈકાલે તેમણે એશિયન ન્યુઝ ઇન્ટરનેશનલ ચેનલને આપેલો ઇન્ટરવ્યૂ કદાચ સૌથી પહેલો છે. આખો સમાલાપ કદાચ કોઈ કહે કે પ્લાન્ટેડ હતો તોપણ તે તેના પર જો ચર્ચા કરવી હોય તો એટલું જરૂર કહી શકાય કે તેણે એક ગલોલીથી અનેક પંખીઓને પછાડ્યા છે.
મોદીના સમગ્ર ઈન્ટરવ્યુમાં દેખાય આવતી બાબતોમાં તેમણે માત્ર બે રાજ્યો પર વધુ ફોકસ કર્યું છે. જે પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ઉત્તરાખંડ, ગોવાને મણિપુરને બાદ કરતાં પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ભાજપ વધુ સંઘર્ષ કરી રહ્યો છે તેવુ મોદીજીના આઘાત પ્રત્યાઘાતથી નક્કી કરી શકાય. કારણકે તેમણે ઉત્તરપ્રદેશને લક્ષ્યમાં રાખીને યોગી સરકારની ઉપલબ્ધિઓ, કાયદો-વ્યવસ્થા, યોજનાકીય બાબતો, સ્વચ્છ ભારત, આયુષ્માન ભારત વગેરે જેવી યોજનાઓ તેના લાભાલાભ અને અમલીકરણ ઉપર ખૂબ મહત્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બધી જ બાબતો ને તેમણે જન સમુદાયને શું સ્પર્શ કરી શકે એ વાતનો બખૂબી ઉલ્લેખ કર્યો હતો એ પણ નોંધવું જોઈએ કે તેમણે પંજાબને શીખ જાતિ માટે ગુજરાતમાં લખપતમાં ગુરુદ્વારા બનાવવાની વાત હોય કે પછી ભાજપના કાર્યકર્તા તરીકે જ્યારે મોદીજી પંજાબનો પ્રવાસ કરતાં હતાં. ત્યારે એક નાનકડા ગામની સીમમાં પોતાની ગાડી બગડી જવાથી રોકાઈ રહેવુ પડયું અને પછી શીખ જાતિના લોકોએ તેમની જે સરભરા કરી તેમના વખાણ કરીને પ્રશંસાથી પાવરફુલ થવાનો ગોલ નક્કી કર્યો હશે. ઉત્તર પ્રદેશની અને પંજાબની વિશેષ કરીને ઝાટ કોમ્યુનિટી કે જે ખેડૂત આંદોલનમાં બળવત્તર ભૂમિકા ભજવતી હતી. તેમને ખેડૂતોને અપાતી વિવિધ રાહતો અને સવલતોનો ઉલ્લેખ કરીને પોતે સતત ખેડૂતો માટે કામ કરી રહ્યાં છે તે વાતનો સૌને અહેસાસ કરાવ્યો હતો. કોંગ્રેસ અને સપા સહિત કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા, મહેબુબા, પ્રકાશ સિંહ બાદલ, ઝારખંડ મહારાષ્ટ્ર, તમિલનાડુ બધી જ જગ્યાએ પરિવારવાદની બલ્લે બલ્લે છે તેના ઉપર તેમણે ત્રાટક હુમલો કર્યો. પરિવારવાદ એટલે ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને યુવાનોને મળતી તકોને છીનવી લેવાનું કારસો તેમ તેમણે જણાવ્યું. તે તેમનું ખૂબ જ ધારદાર તીર હતું, તે બરાબર બુલમાં લાગ્યું હોય તેવું સમજાયું. ભાજપમાં પરિવારવાદનો છેદ ઉડાડતાં તેમણે કહ્યું કે અહીં તેમને પરિવારનાં નાતે નહિ પરંતુ પોતાના કેલીબરના કારણે તક મળે છે તેથી કોઈ અ-બ-ક કોઈ પરિવારમાંથી આવતો હોય તો તેને પરિવારવાદનું પરિણામ ન ગણાય તે વાત ઉપર તેમણે જોર આપ્યું.
સૌને એ વાતનું આશ્ચર્ય થયું કે મોદીએ 9-2-22 તારીખ ઇન્ટરવ્યુ માટે શા માટે પસંદ કરી. પરંતુ સ્પષ્ટ છે કે ઉત્તરપ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન બીજા દિવસે થવાનું છે. તેમાં મોદી મોટા પ્રમાણમાં પ્રચાર કરી શક્યા નથી ક્યાંક વર્ર્યુલ રેલી કરી છે. ખૂબ અગત્યની બેઠકોના ચુંટણી ટાણે મતદારોને એક મેસેજ આપીને ક્યાંક પાતળી બહુમતીથી પોતાનો ઉમેદવાર હારવાની સંભાવના હોય તેને તારવાની કોશિશ ગણી શકાય.એ સિવાય પણ અન્ય રાજ્યોમાં પણ પોતાના આત્મવિશ્વાસથી સકારાત્મક વાતાવરણ નિર્માણ થઈ શકે એ વાત પણ એટલી જ મહત્વની દેખાતી હતી કે મોદીના અવાજમાં અને રીતભાતમાં આત્મવિશ્વાસ છલકાતો દેખાયો. તેઓ રીતસર કોઈ એન્ટી ઈન્કમબન્સીથી ડર્યા વગર પ્રો ઈન્કમબન્સીનો ભરોસો રાખે છે તેવો અનુભવ કરાવ્યો.કુલ લગભગ 60 મિનિટ સુધીની સ્મિતા પ્રકાશ કે જે એએનઆઈ ચેનલના સબ એડીટર છે તેની સાથે કરેલો વાર્તાલાપ જાણે કે ચુંટણી સભાનો રોડમેપ હતો.
ચુંટણી પરિણામ જે આવે તે પણ એમ કહી શકાય” મોદી હૈ તો મૂમકિન હૈ..!!”