Breaking NewsLatest

સાબરકાંઠામાં ગંગા સ્વરૂપા બહેનોને રૂ.૬ કરોડથી વધુ આર્થિક સહાય ચૂકવાઇ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત ૨૪,૬૯૦ બહેનોને રૂ. ૬ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અર્થે અને સુરક્ષા માટે ઘણી યોજનાઓ અમલી બનાવામાં આવી છે. જેમાં ગંગા સ્વરૂપ એટલે કે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના હેતુથી ગંગા સ્વરૂપ સહાય યોજના અમલમાં મુકાવમાં આવી છે. નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન વ્યતીત કરી શકે તે માટે આ યોજના થકી તેમને આર્થિક મદદ કરવામાં આવે છે.
આ યોજનામાં ગંગા સ્વરૂપ બહેનોને માસિક રૂ.૧૨૫૦ વિધવા પેંશન રૂપે તેઓના બેન્ક કે પોસ્ટ ખાતામાં સીધા આપવામાં આવે છે. આ યોજના હેઠળ સાબરકાંઠામાં જાન્યુઆરી.-ફેબ્રુઆરી ૨૦૨૨ માસમાં ૨૪,૬૯૦ લાભાર્થીઓને રૂ. ૬.૫૪ કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં જિલ્લામાં માર્ચ ૨૦૧૯ માં કુલ ૪૮૪૫ બહેનોને લાભ મળતો હતો. માર્ચ -૨૦૧૯ માં ૨૧ વર્ષના પુત્રની શરત દૂર કર્યા બાદ અત્યાર સુધી કુલ ૨૦,૨૪૫ લાભાર્થી બહેનોનો વધારો થયો છે.
આ ઉપરાંત અગાઉ જે લાભાર્થીઓને માર્ચ ૨૦૨૦ પહેલા સહાય મંજુર થઇ હતી પણ ચુકવણી કરવામાં આવી ન હતી તેવા ૨૩૪૧ જેટલા લાભાર્થીઓને માર્ચ -૨૦૨૧ માં ૧.૬૧ કરોડ જેટલી સહાય ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *