કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભિલોડા કુશકી રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા સંસ્થાન તેમજ આયુષ મંત્રાલય ભારત સરકાર ના સહયોગથી ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન તેમજ સૂર્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત રોગ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ નું આયોજન ગુજરાતના અરવલ્લી જિલ્લાના, કુશકી ગામ મધ્યે આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં, ડૉ. રમેશભાઈ વાજા, ડૉ, ઉષાબેન મકવાણા એ નેચરોપેથી તેમજ રોગ મુક્ત ભારત અભિયાન વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી શામળભાઈ, સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ના મેનેજર શ્રી સત્યેન્દ્ર શર્મા, સૂર્યા ફાઉન્ડેશનના જોન પ્રમુખ શ્રી શત્રુહન કશ્યપ, સૂર્યા ફાઉન્ડેશન ગુજરાત ના પ્રમુખ શ્રી મહિપતભાઈ, અરવલ્લી જિલ્લા ના પ્રમુખ શ્રી જયદીપજી ઠાકોર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.