💫 શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
💫 શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ
💫 એ.એસ.આઇ.યશવંતસિંહ તથા હેડ.કોન્સ. રાજેશકુમાર, દિલીપસિંહ તથા પો.કોન્સ નિશાંત, જોરાવરસિંહ,ગજેન્દ્રદાન, લક્ષ્મણસિંહ નાઓ અમીરગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે આવલ તરફથી એક ફોર્ચુનર ગાડી RJ-23-UB-7729 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમીરગઢ તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે આવલ ગામ પાસે વોચમાં હતા તે દરમિયાન હકીકત વાળી ગાડી આવતા પીછો કરી અમીરગઢ પાસે ફોર્ચુનર ગાડી પકડી પાડી ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૧૫૮૧ કી.રૂ.૩,૫૭,૧૪૦/- તથા મોબાઈલ નંગ-2 કી.રૂ.૩૦,૦૦૦/-ફોર્ચુનર ગાડી કી.રૂ.૭,૦૦,૦૦૦/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ,૧૦,૮૭,૧૪૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક *૧) રઘુવીરસિંહ ખીમસિંગ ભાટી રહે- લુણેખા, તાલુકો છતરગઢ જિલ્લો બિકાનેર તથા દારુ મંગાવનાર કુલદીપસિંહ રહે- ગોજારીયા જીલ્લો મહેસાણા વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.