કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના વાંકાનેડા અને વિરણીયા પંથકમાં છેલ્લા દસ દિવસથી જમીનમાં પાણીના તળ નીચે જતાં રવી સીઝનના પાકોને બચાવવા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ચોમાસા દરમિયાન વરસાદ નહીવત થતાં સિઝનના પાકના ઉત્પાદન ઉપર મોટી અસર થઈ થઈ હતી. ત્યારે રવી સીઝનમાં ખેડૂતોએ ઘઉં રાયડો મકાઇ દિવેલા જેવા પાકો માટે છેલ્લા પાણીની જરૂરીયાત હોઈ ત્યાં દસ દિવસથી બોર અને કૂવાના તળ એક એક નીચે જતાં ખેડૂતોને તૈયાર થતા પાકને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે. ખેડૂતોના કુવા અને બોરમાં સિંચાઇનું પાણી ત્રણ થી ચાર કલાક ચાલે છે. મકાઈના પાકમાં વધુ પાણીની જરૂરીયાત રહેલી છે.જે પાક તૈયાર થવામાં હજુ બે માસથી વધુનો સમય લાગી શકે તેમ હોય ખેડૂતોને મુશ્કેલી સર્જાઇ શકે છે.જે અંગે અરવલ્લી જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ખાંટ એ જણાવ્યું હતું કે વાંકાનેડા અને વીરણીયા પંથકમાં ઘઉં મકાઇ દિવેલા રાયડા જેવા પાકોની વાવણી કરી હતી પરંતુ એકાએક દસ દિવસમાં પાણીના તળ નીચે જતાં ખેડૂતોના તૈયાર થતાં પાક ના ઉત્પાદન ઉપર મોટી અસર થવાની શક્યતાઓ રહેલી છે.