કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં આજકાલ સગીરાઓના અપહરણ થવાના મામલાઓ દિવસે દિવસે વધતા જાય છે પરંતુ અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક એવા સંજય ખરાત અરવલ્લી જિલ્લામાં વણ ઉકેલાયેલા ગુના ઉકેલવા માટે અને ગુનાખોરી ડામવા માટે દઢનિશ્ચયી છે જે તેઓની ગુનેગારો શોધવાની કામગીરી પરથી દેખાઈ આવે છે.
વધુ પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ 5′ ડિસેમ્બર 2021 ના રોજ મોડાસામાંથી એક 16 વર્ષીય સગીરાનું અપહરણ થયાની ફરિયાદ મોડાસા ટાઉન પોલીસમાં નોંધાઈ હતી સગીરાનું અપહરણ કરતા બે બાળકોનો પિતા અને પરણીત પુરુષ હોવાની વિગતો ફરિયાદમાં પુષ્ટિ થઇ હતી જેથી અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકે તાબાના પોલીસ અધિકારીઓને જરૂરી વાહનો ફાળવી અપહરણકર્તાને શોધી કાઢવા સુચના આપેલ હતી જેથી મોડાસા ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર નિત્મીકા ગોહિલ અને પોલીસ સ્ટાફે તેઓના અંગત સૂત્રો કામે લગાડતા અપહરણકર્તા સગીરા સાથે રાજસ્થાન રાજ્યના ઉદયપુરમાં કડીયાકામની મજૂરી કરી રહેતો હોવાનું જાણવા મળ્યું હતું જેથી મોડાસા ટાઉન પોલીસે તાબડતોબ રાજસ્થાન રાજ્યના ઉદયપુર ખાતે તારીખ 12 ફેબ્રુઆરી 2022 ના રોજ સવારે પહોંચી જઈ અપહરણકર્તા જ્યાં રહેતો હતો તે જગ્યાએ ખાનગી વોચ રાખતા અપહરણ કરતા સગીરા સાથે બજારમાં ગયો હોવાની જાણ થતાં અપહરણકર્તા સગીરા સહિત બજારમાંથી પરત આવતાં મેઘરજ તાલુકાના ગોરવાડા ગામના લાલાભાઇ લક્ષ્મણભાઈ ખાંટ ઉં.વ. 27 ને સગીરા સહિત દબોચી લઇ અપહરણકર્તાની ધરપકડ કરી સગીરાને છોડાવી હતી અપહરણકર્તા લાલાભાઇ લક્ષ્મણભાઈ ખાંટ ને સંતાનોમાં બે જોડિયા પુત્રો હતા તથા આરોપીએ સાતેક વરસથી તેની પત્નીને પિયર કાઢી મુકી હતી.