અરવલ્લી જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાના મોડાસા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના વરદ્દ હસ્તે નવીન નિર્માણ થનારા ડૉ બાબાસાહેબ આંબેડકર ભવનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લીના મોડાસામાં વિકાસના વિવિધ કાર્યો અંતર્ગત સામાજિક અધિકરીતા વિભાગ,ગુજરાત,જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી અને નાયબ નિયામક,અનુ.જાતિ કલ્યાણ,અરવલ્લી દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરના આદર્શો અને મૂલ્યોને મૂર્તિમંત કરવાના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મોડાસામાં ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત સામાજિક અધિકારીતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપ પરમાર દ્વારા કરવામાં આવ્યું.
મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે પ્રાસગિક પ્રવચન કરતા જણાવ્યું કે ડૉ બાબા સાહેબ આદર્શ અને મૂલ્યોને આઝાદીના મૂલ્યોને આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા જીલ્લામાં વિકાસના કાર્યોને અનુલક્ષીને ડૉ બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ ૫૫૦ ચો.મી માં ૬ કરોડ થી વધુના ખર્ચે બનાવામાં આવી રહ્યું છે જે સમગ્ર ગુજરાતમાં ૨૪ આબેડકર ભવનો માંથી સૌથી સુંદર અને વિશાળ ભવન બનવા જઈ રહ્યું છે.સમાજમાં જન્મેલા સંતો રવિદાસ,ત્રિકમસાહેબ,દાસી જીવન,પાટણના વીર મેધમાયનું બલિદાન અને સમાજના સંતોને માન અને સન્માન આપવાનું કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રમોદીની સરકારે પંચ તીર્થ આંબેડકર જન્મ ભૂમિ મહુ,દીક્ષા ભૂમિ,ચેર્ત્ય ભૂમિ,અલીપુર રોડ,જનપદ અને સકલ્પ ભૂમિ બનાવામાં આવી રહી છે, અને સરકાર દ્વારા મોડાસામાં આંબેડકર ભવન ૫૯૯.૯૬ લાખના ખર્ચે બનાવામાં આવી રહ્યું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, ઓફિસ,ઇલેક્ટ્રિકરૂમ,લાયબેરી,મુઝીયમ,ટોઇલેટ,વોટર રૂમ ,સ્ટોર રૂમ જેવી સવલતો ઉભી કરવામાં આવશે.
મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીડોરદ્વારા જણાવ્યું કે સરકાર ૭૫ માં આઝાદી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આજે આ પવિત્રભૂમિ ઉપર દેશનું બંધારણ ઘડનારા અને દેશને લોકશાહી આપનારા ડૉ બાબાસાહેબ આંબેડકર ભવનનું નિર્માણ થઇ રહ્યું છે જો આ દેશમાં બંધારણનો સાચો અમલ નરેન્દ્રભાઇ મોદીની સરકારે કર્યો છે. આ ભવન દોઢ એકર જમીન ઉપર બનશે.૭૫ જેટલા કોર્ષ ખાનગી યુનિવર્સીટીમાં કરવામાં આવતા હતા તેનો કાયમી ઉકેલ FRC લાગુ કરીને લાવામાં આવ્યો. રાજ્ય સરકાર છેવાડાના માનવીનો વિકાસ કરવા માટે રાજયની સરકાર કટીબધ છે.
સંસદ સભ્ય શ્રી દિપસિંહ રાઠોડ જણાવવું કે આજે આપણે અરવલ્લીના આગણે આપણા સામાજિક અધિકારીતા મંત્રી દ્વારા જે વિકાસ લક્ષી જે કામો છે તેને અનુલક્ષીને ભારત અને વિશ્વને દિશા બતાવનારા મહાનુભાવ ડૉ.બાબાસાહેબ આંબેડકરના નામ ઉપર ભવન,લાયબેરીની સુવિધા પ્રાપ્ત થવાથી જિલ્લાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સમાજ અને દેશનું નામ રોશન કરશે. જયારે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં અરવલ્લી જિલ્લામાં વિકાસના કાર્યોએ ગતિ પકડી છે.જિલ્લા પંચાયત ભવન,પોલીસ ભવન,ન્યાય સ્કુલ બની ગયા છે ત્યારે થોડા સમયમાં અરવલ્લી જિલ્લાના લોકો માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ બસ સ્ટેન્ડ નિર્માણ પામી રહ્યું છે અને ટુંક જ સમયમાં નવા સિવિલ હોસ્પિટલ પણ રાજ્ય સરકાર બનાવવા જઈ રહી છે
આ પ્રસગે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા લાભાર્થીઓને મંત્રી શ્રી ના હસ્તે કીટ વિતરણ તથા આવાસ યોજનાના મજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસગે અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીણા,જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટિયા,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસાર, જિલ્લા અગ્રણી શ્રી રાજેન્દ્રભાઈ પટેલ,જિલ્લા સહકારી સંધના આગેવાન પ્રભુદાસભાઈ પટેલ,`ચેરમેન સામાજિક ન્યાય સમિતિ જિ.પ.અરવલ્લી.અધિકારીઓ,લાભાર્થીઓ બહોળી સખ્યામાં કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરીને ઉપસ્થિત રહ્યા હતા.