જિલ્લાના તમામ 6 તાલુકા અને બે શહેરના 55થી વધુ
પત્રકારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે શ્રીકમલમમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા મીડિયા સંવાદ બેઠક યોજવામાં આવી હતી..ગુજરાત પ્રદેશ ભાજપના મીડિયા વિભાગની ટિમની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સંવાદ બેઠકમાં ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા કિશોરભાઈ મકવાણા, મીડિયા વિભાગ પ્રદેશ સંયોજક ડો હેમંત ભટ્ટ ,ઉત્તર ઝોનના મીડિયા કન્વીનર રેખાબેન ચૌધરી, અને ઉત્તર ઝોનના મીડિયા સહ કન્વીનર રાજુભાઈ ભટ્ટ, જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયા મિત્રોને સંબોધન કર્યું હતું.
અરવલ્લી જિલ્લાના તમામ 6 તાલુકા અને બે શહેરના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના 55 થી વધુ પત્રકારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રારંભે જિલ્લા મીડિયા કન્વીનર પ્રભુદાસભાઈ પટેલે સૌને આવકાર્યા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મીડિયા મિત્રોના સાથ,સહકાર બદલ એમને અભિનંદન પાઠવ્યા હતા.
આ સંવાદ બેઠકમાં ટુ-વે ચર્ચાનો ખુલ્લો મંચ યોજાયો હતો જેમાં તમામ પત્રકારોએ પોતાના વિચારો અને રચનાત્મક સૂચનો કર્યા હતા જેને પ્રદેશના મીડિયા વિભાગના ઉપસ્થિત આગેવાનોએ આવકાર્યા હતા. અંતમાં સોશિયલ. મિડોયા જિલ્લા કન્વીનર નીતિનભાઈ પંડયાએ આભાર દર્શન કર્યું હતું.
.જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે તેવા સંજોગોમાં ભાજપ દ્વારા આ જિલ્લાની વિધાન સભાની ત્રણેય બેઠકો કબજે લેવા પ્રયાસ હાથ ધરાયો છે જેમાં .પૂર્વ તૈયારીના ભાગરૂપે મીડિયાની ભૂમિકા મહત્વની છે જેને લઈને પ્રદેશ ભાજપ મીડિયા વિભાગ દ્વારા જિલ્લાઓમાં પ્રવાસના ભાગરૂપે આજે પ્રદેશ મીડિયા ટીમે અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી હતી જેમાં પ્રદેશ ટીમે અને જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલે પણ
જિલ્લાના તમામ મીડિયા મિત્રોના હકારાત્મક સહયોગને બિરદાવ્યો હતો અને આવા જ સાથ સહકારની આગામી સમયમાં અપેક્ષા વ્યક્ત કરી હતી.પ્રદેશ કરવામાં આવી રહ્યો છે.પ્રદેશ સહ પ્રવક્તા કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વધુ બેઠકો મેળવશે અને તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.