– સલામતીના ભાગરૂપે શાળામાં 8 સી.સી. ટી.વી કેમેરા લગાવાયા
– અસામાજિક તત્ત્વો શાળાના બિલ્ડિંગમાં પ્રવેશી ભૌતિક સુવિધાઓની તોડફોડ કરીને કરતા હતા દુરુપયોગ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભિલોડા તાલુકા મથકે આવેલી આદર્શ પ્રાથમિક શાળા નંબર 1ના પરિસરમાં સલામતીના ભાગરૂપે 8 સી.સી. ટી.વી કેમેરા લગાવાયા આવ્યા છે. શાળા જ્યારે બંધ હોય ત્યારે અસામાજિક તત્ત્વો શાળા પરિસરમાં પ્રવેશ કરીને બિલ્ડીંગ અને ભૌતિક સુવિધાઓની તોડફોડ કરીને દુરુપયોગ કરતા હતા. આવી ગેરકાયદેસરની પ્રવૃતિ અટકાવી અસામાજિક તત્વોની ઓળખ થાય તે માટે પ્રાથમિક શાળાના પરિસરમાં 8 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ ભિલોડા તાલુકા આદર્શ પ્રાથમિક શાળા નંબર. 1 ના પરિસરમાં સલામતીના ભાગરૂપે 8 સી.સી. ટી.વી કેમેરા લગાવાયા છે.આચાર્ય કાંતીલાલ પટેલ સહિત સ્ટાફ પરીવારે જણાવ્યું હતું કે શાળા જ્યારે બંધ હોય ત્યારે અસામાજિક તત્ત્વો શાળા પરિસરમાં પ્રવેશ કરીને બિલ્ડીંગ અને ભૌતિક સુવિધાઓની તોડફોડ કરીને દુરુપયોગ કરતા હતા. સી.સી.ટી.વી કેમેરા લગાવાતા સમગ્ર શાળા પરિસરનું કંમ્પાઉન્ડ કવર થાય છે. અસામાજિક તત્ત્વો શાળામાં પ્રવેશ કરીને અનિચ્છનીય પ્રવૃત્તિ કરશે તો અસામાજિક તત્વોની ઓળખ સરળતાથી થશે અને અસામાજિક તત્વો વિરુદ્ધમાં કાયદાકીય રીતે ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં સરળતા રહેશે તેમ જણાવ્યું હતું. આચાર્ય, સ્ટાફ પરીવાર સહિત સેવાભાવી દાતાઓના સાથ અને સહકારથી ભિલોડા તાલુકા આદર્શ પ્રાથમિક શાળા નંબર. 1 ના પરિસરને અતિ સુંદર બનાવવા માટે ભગીરથ પ્રયત્નો હાથ ધર્યા છે. વિધાર્થીઓ,વાલીઓ સહિત જાગૃત ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.