કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે, તેમજ મોબાઈલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ શોધી કાઢવા માટે ગુનામાં વપરાયેલા અથવા ચોરાઈ ગયેલ મોબાઈલ ફોન IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુનાના મુળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે.ઘણી વખતે મોબાઈલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચાડવામાં આવે ત્યારે જાણવા મળે છે કે તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે. જે મોબાઈલ વેચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી.
ગુનાખોરી અટકાવવા માટે દુકાનદારના માલીકો/સંચાલકો આ મુજબ રજીસ્ટર નિભાવે તે સારૂ પોલીસ તંત્ર જ્યારે માંગણી કરે ત્યારે તે રજૂ કરવાની દરેકની ફરજ બને તે સારુ પ્રવર્તમાન સંજોગોને અનુલક્ષી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ – ૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી હોઈ સમગ્ર જિલ્લામાં અમલમા રહે તે રીતેનું પ્રસિધ્ધ કરવા આમુખ-૨ ના પત્રથી રજુઆત કરેલ છે.
એન.ડી.પરમાર, જી.એ.એસ.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી ફોજદારી કાર્યરીતી અધિનિયમ – ૧૯૭૩ ની કલમ – ૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ અરવલ્લી જિલ્લાના હદ વિસ્તાર માટે આ પ્રમાણે અમલવારી કરવી જુના મોબાઈલ લે-વેચ કરનાર વેપારીઓએ મોબાઈલ લેતા પહેલાં મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈ ખરીદનારનું ઓળખ અંગેનું પૂરૂ નામ,સરનામું નોધવાનું ફરજીયાત બનાવવામાં આવે તે માટે વેપારીઓએ જુના મોબાઈલ ખરીદનાર કે વેચનારના મોબાઈલની વિગત/કંપની,IMEI NO, મોબાઈલ ખરીદનાર/વેચનારની નામ સરનામાની વિગત, આઈ.ડી પ્રુફની વિગત વગેરે વિગતો મેળવી લેવી. મોબાઈલ ટ્રેકિંગ કરી ગુનાની મુળ સુધી પહોંચે ત્યારે આવુ જાણવા મળે છે કે કોઈ અજાણી વ્યક્તિએ મને આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળેલ છે. જેથી તપાસમાં કોઈ ફળદાયી હકીકત મળતી નથી. જેથી આ બાબતે વ્યક્તિઓ મોબાઈલ/સીમ કાર્ડ/હેન્ડસેટ વિગેરે વગર ઓળખ અથવા કોઈપણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી રહેશે.
આ હુકમ તા.૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૫ (૩) તેમજ ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ના ને કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.