Breaking NewsLatest

જિલ્લાકક્ષાનો બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ મોડાસા ખાતે યોજાશે.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિ વિભાગ, ગાંધીનગર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહિવટી તંત્ર, અરવલ્લી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અરવલ્લી દ્વારા જિલ્લાકક્ષાનો બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૧-૨૨ નું આયોજન શ્રી કે.એન.શાહ હાઈસ્કુલ મોડાસા ખાતે તા.૨૨ ફેબ્રુઆરીના કલાક ૦૨:૦૦ અને ૨૩ ફેબ્રુઆરી કલાક ૧૨:૦૦ દરમ્યાન યોજાનાર છે.જેમાં સાહિત્ય,કલા અને સાંસ્કૃતિક વિભાગની અલગ અલગ ૧૧ જેટલી કૃતિઓની સ્પર્ધાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે જેવી કે લોક્નુંત્ય,સમૂહગીત,વક્તુત્વ,લોકવાર્તા,દોહા-છંદ-ચોપાઈ,નિબંધ લેખન,સર્જનાતક કામગીરી,એકપત્રીય અભિનય,લગ્નગીત,લોકગીત અને ભજન જેવી કૃતિઓનો જિલ્લાકક્ષાની સ્પર્ધામાં આયોજન કરવામાં આવ્યું છે. બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૧-૨૨ માં અલગ અલગ ત્રણ વયજૂથ (૧) અ વિભાગ-૭ થી ૧૦ વર્ષ (૨) બ વિભાગ -૧૧ થી ૧૩ અને (૩) ખુલ્લો વિભાગ-૦૭ થી ૧૩ વર્ષ પ્રમાણે સ્પર્ધા યોજાશે.એમ જિલ્લા રમતગમત અધિકારીશ્રીઇએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *