સાબરકાંઠા જીલ્લા લઘુમતિ મોરચાની પ્રથમ બેઠકમાં તમામ સીટો ફૂલ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
તા. ૧૮-૦૨-૨૦૨૨ ના રોજ ભારતીય જનતા પાર્ટી લઘુમતિ મોરચા સાબરકાંઠા જીલ્લાની પ્રથમ કારોબારી મિટિંગ સાબરકાંઠા જીલ્લા પ્રમુખ શ્રી જે.ડી. પટેલ, મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા, શ્રી મહેન્દ્રસિંહ રહેવર, શ્રી કનુભાઈ પટેલની અધ્યક્ષતા યોજાઈ જેમાં શ્રી સી.આર. પાટીલ સાહેબના પેજ સમિતિ ફોર્મ્યુલાની અસરથી તથા સર્વજ્ઞાતિ વિકાસનીતિ થી પ્રેરિત થઇ લઘુમતિ સમાજના નવી પેઢીના યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. તેમજ ભાજપા જીલ્લા મહામંત્રીશ્રી વિજયભાઈ પંડ્યા અને કનુભાઈ પટેલ નાઓએ મુસ્લિમ બહુછેત્રીય વિસ્તારમાં બુથવાઈજ પેજ-પ્રમુખ સાથેની પેજ સમિતિ બનાવવા અને રૂપિયા ૫/- થી લઇ યથા શક્તિ પ્રમાણે સામાન્ય ડોનેશન આપી માઈક્રો ડોનેશનના મધ્યમથી લઘુમતિ સમાજ વધુમાં વધુ જોડાય તે પ્રમાણેની વ્યવસ્થા બનાવી પાર્ટીનો વ્યાપ વધે તે પ્રમાણેના કાર્યો કરવા માર્ગદર્શન અપાયું. તેમજ જીલ્લા પ્રમુખ શ્રી જે.ડી. પટેલએ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી લઘુમતિ સમાજના લોકોને સરકારશ્રીની કોઇપણ યોજના કે લાભોથી વંચિત રાખવામાં આવતું નથી તેમજ લઘુમતિ સમાજ પણ ભારતીય જનતા પાર્ટીનો અંગ (હિસ્સો) છે તેવું હર હંમેશ માનતી આવી છે પરંતુ કોંગ્રેસે ક્યારે પણ આ સમાજના વિકાસની વાત કરીજ નથી અને ફક્ત વોટબેંકની નીતિ અપનાવી ફક્ત આ ભોળી સમાજનો વોટબેંક પુરતો ઉપયોગ જ કર્યું છે. પરંતુ હવે શિક્ષિત લઘુમતિ સમાજના નવી પેઢીના યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યું છે. વધુમાં જીલ્લા પ્રમુખશ્રી પાર્ટીનો વ્યાપ વધે તે પ્રમાણેના કાર્યો કરવા માર્ગદર્શન આપી લઘુમતિ મોરચાના સર્વ કાર્યકર્તાને જોશ સાથે ઉત્સાહ વધાવી. પ્રથમ કારોબારી બેઠકમાં સાબરકાંઠા જીલ્લા લઘુમતિ મોરચા પ્રમુખ શ્રી મંજુરઅલી પટેલ, મહામંત્રી શ્રી યાકુબભાઈ દાંત્રોલીયા, શ્રી આસીફભાઇ પઠાણ, ઉપપ્રમુખ શ્રી મહેંદીઅલી, વારીશભાઈ મેમણ, જાકીરભાઇ મેમણ, રફીકભાઈ આંજનાવાલા, જાફર દિવાન તેમજ હિંમતનગર તાલુકા પ્રમુખ હકીમજી કંડિયા, મહામંત્રી મોઈન મેમણ, શહેર લઘુમતિ મોરચા પ્રમુખ લિયાકત મેન્ડીસ, તેમજ ઇડર અને પ્રાંતિજના પ્રમુખ મહામંત્રીશ્રીઓ સાથે મંડળના તમામ સભ્યોશ્રીઓ મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.