જામનગર : ભારતીય જનતા કિશાન મોરચા જામનગર દ્વારા ચિત્રકૂટ વાળીમાં નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવેલ. આ તબબકે સરકાર શ્રી દ્વારા કિશાનો માટેની વિવિધ યોજનાઓ, કૃષિક્ષેત્રે સરકારની ધરતીપુત્રોના હિતલક્ષી નીતિઓ બાબતે પરામર્શ કરી ખેડૂતો પાસેથી કૃષિક્ષેત્ર મુદ્દે તેમના સૂચનો મેળવવામાં આવેલ. આ તબક્કે કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિસે જાણવા તથા પોતાના મંતવ્યો રજૂ કરવા વિશાલ સંખ્યામાં કિશાનો નમો કિશાન પંચાયત માં હાજર રહેલા, તથા સભા સ્થળ કિશનબંધુઓ થી ભરાય ગયેલ. ખૂબ ઉત્સાહપૂર્વક કિશન બંધુઓ આ પંચાયતમાં હાજરી આપેલ. તથા ઉપસ્થિત કિશાનભાઈઓ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના કૃષિનીતિ તથા ગુજરાત રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓની સરાહના કરવામાં આવેલ.
નમો કિશાન પંચાયત કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, પ્રદેશ કિશાન મોરચાના અધ્યક્ષ હિતેષભાઇ પટેલ, પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા , સરદારભાઈ ચૌધરી, પ્રદેશ કિશાન મોરચાના મંત્રી સુરેશભાઈ વશરા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજા, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ સંસદ તથા પૂર્વ જિલ્લા અધ્યક્ષ ચંદ્રેશભાઈ પટેલ, મેયર બીનાબેન કોઠારી, પવનહંસના ડાયરેક્ટર અમીબેન પરીખ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જિલ્લા કિશાનમોરચાના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, શહેર કિશાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ તાળા, કિશાન મોરચા મહામંત્રી ચંદ્રસિંહ વાળા, ભાવેશભાઈ ઠુમ્મર સહીત મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર, શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, ખેડૂત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેર કિશાન મોરચાના અધ્યક્ષ અશ્વિનભાઈ તાળા, મહામંત્રી ચંદ્રસિંહ વાળા, ભાવેશભાઈ ઠુમ્મર, કાર્યક્રમના ઇન્ચાર્જ હસમુખભાઈ પેઢડિયા તથા વિશાલભાઈ જાનીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.