બાયડના રણેચી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની સિલસોલો યથાવત
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ તાલુકા ના રણેચી ગામ માં એક પછી એક સરકાર ની વિકાસની ગ્રાન્ટો માં ભ્રષ્ટાચાર ની વિગત સામે આવી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ઘેરઘેર દ્વારા ચાર જુદાં જુદાં વિભાગ ના ઉચ્ચ અધિકારી ની ટીમ નિમણૂક કરવામાં આવી છે પણ એક પછી એક રહેચી ગામની ગ્રામ પંચાયત માં ઉચાપત સામે આવી રહી છે . મળતી માહિતી મુજબ , રણેચી ગામ ના જાગૃત નાગરિક વિક્રમભાઈ ભીખાભાઈ પટેલ દ્વારા જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૧૪ માં સોલાર સીસ્ટમ ( સોલાર પોલ / થાંભલા ) ની સરકારી વિકાસ ની ગ્રાન્ટ ની ફાળવામાં આવી હતી અને સોલાર સીસ્ટમ ના બીલ / પાવતી પણ રણેચી ગ્રામ પંચાયત માં મુકવામાં આવ્યા હતા જે તદન ખોટા બીલ / પાવતી રજુ શ્રીનાથજી સોલાર સીસ્ટમ બાયડ ડીલર ના ત્યાં નું સોલાર સ્ટ્રીટ લાઈટ રણેથી ગ્રામ પંચાયત ના પોલ એમ કુલ રકમ ૩,૦૦,૦૦૦ , / અંકે રૂપિયાનું બીલપાવતી રણેચી ગ્રામ પંચાયત માં મુકવામાં આવ્યું છે જે તદન ખોટા બીલો રજુ કરવામાં આવ્યા અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે . રણેચી ગામના વિક્રમભાઈ ભીખાભાઈ પટેલએ શ્રીનાથજી સોલાર સીસ્ટમ ના માલિક ને બીલ તેમજ પાવતી બતાવામાં આવ્યું હતું જે બીલ સાચું છે કે ખોટું બીલ છે તેની ચકાસણી કરતા બીલ / પાવતી નં- ૨૪ તા ૧૨/૦૮/૨૦૧૪ નું ૨ કમ ૩,00,000 અંકે રૂપિયાનું બીલ તથા બીલ પાવતી નં- ૨૬ તા ૧૩/૦૮/૨૦૧૪ નું રકમ ૧,૮૭,૨૦૦ અંકે રૂપિયાનું બીલ જે શ્રીનાથજી સોલાર સીસ્ટમ બાયડ દુકાન નું રણેચી ગ્રામ પંચાયત માં ફાઈલ માં મુકવામાં આવ્યું છે તે બીલ પાવતી ની ચકાસણી કરતા શ્રીનાજી સોલાર સીસ્ટમ બાયડ માલિક દ્વારા કેહવામાં આવ્યું હતું કે મારા ત્યાં નું આવું કોઈ બીલ કે પાવતી આપવામાં આવી નથી આ બીલ અને પાવતી ખોટી છે જે મારા ત્યાં નું નથી અને આ બીલ પર રેવન્યુ ટીકીટ પર મારી સહી તેમજ સિક્કા પણ મારા ત્યાના નથી .