ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ
————–
સમગ્ર રાષ્ટ્ર સાથે ભાવનગર જિલ્લામાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહનો લાભ મળ્યો છે. લોકભારતી સણોસરાના સંકલન સાથે માઈધાર લોકશાળામાં આજે આ પ્રદર્શનનો ઉત્સાહ સાથે પ્રારંભ થયો.
લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી અરુણભાઈ દવેના માર્ગદર્શન સાથે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહની સણોસરા, માઈધાર તથા ભાવનગર ખાતે ઉજવણી થઈ રહી છે, જેમાં શિક્ષણ અને વિજ્ઞાન પ્રેમીઓ સાથે કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી છે.
શ્રી પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધાર ખાતે આજે આ સપ્તાહ પ્રદર્શન ખુલ્લું મૂકતા ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નવીનચંદ્ર વ્યાસે આપણાં રોજબરોજના વ્યવહારમાં રહેલા વિજ્ઞાનને સમજવા ભાર મૂકી તે અંગે સંશોધન વૃત્તિ પર કામ કરવા અનુરોધ કર્યો.
આ પ્રસંગે અહીં લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા શ્રી હસમુખભાઈ દેવમૂરારિએ સણોસરાના લોકવિજ્ઞાન કેન્દ્રની પચાસ વર્ષ જેટલા સમયની નોંધ સહર્ષ આપી વિજ્ઞાન એ વ્યવહારુ બનાવ્યાનો ઉલ્લેખ કર્યો.
સમગ્ર રાષ્ટ્ સાથે ભાવનગર જિલ્લામાં થયેલા આ આયોજનમાં શિક્ષણ વિભાગના નિરીક્ષક શ્રી પાંડે અને સંબંધિત મહાનુભાવો જોડાયા હતા. શ્રી પાર્થેશ પંડ્યા તેમજ શ્રી વિશાલ ભાદાણીના સંકલન સાથે અહીંયા શ્રી ભાવનાબેન પાઠકના માર્ગદર્શનમાં શ્રી પાતુભાઈ આહીર તેમજ સંસ્થા પરિવાર જહેમતમાં રહેલ છે. કાર્યક્રમ આભાર વિધિ શ્રી નિર્મળભાઈ પરમારે કરી હતી.