પાલનપુર ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયોઃ ૫ હજારથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો
********
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ
(માહિતી બ્યુરો, પાલનપુર)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દાહોદ ખાતેથી ગરીબ કલ્યાણ મેળાના ૧૨ તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માર્કેટયાર્ડ ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને તથા શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં ૫,૩૭૦ લાભાર્થીઓને સાધન સહાય અને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતુ કે, તત્કા લીન મુખ્યભમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોને તેમના હકના લાભો હાથોહાથ આપવામાં માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી. ગરીબોના હકનું તેમને આપવા માટે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે દાહોદથી સમગ્ર રાજ્યમાં ૧૨ મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં તંત્ર દ્વારા ગરીબોને સામેથી બોલાવી જાહેરમાં લાભો આપવામાં આવે છે જેના લીધે વચેટીયા પ્રથા નાબૂદ થઇ છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં સમગ્ર દેશ વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યો છે. જેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવે છે. પ્રજાની નાની નાની મુશ્કેલીઓના નિરાકરણ માટે અને જરૂરીયાતો પુરી કરવા આ સરકારે ઉદાર યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ ગામડામાં બેઠેલા ગરીબ, વંચિત, ખેડુત, વૃધ્ધ, નિરાધાર અને ગંગા સ્વરૂપ બહેનોને મળી રહ્યો છે.
પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, આપણા ગુજરાતે છેલ્લા બે દાયકામાં સંખ્યા બંધ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી નોંધપાત્ર સિધ્ધિરઓ પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું કે, પ્રજા કલ્યાણને વરેલી આ સરકારે કલ્યાણકારી યોજનાઓની ગંગોત્રી વહેવડાવી છે. છેવાડાના ગામડાઓ સુધી હવે પાકા રસ્તાીઓ, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, ટેલિફોન, ઇન્ટારનેટ જેવી સુવિધાઓ સારા પ્રમાણમાં સરળતાથી મળે છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતનાં ગામડાં વિકસીત અને સુવિધાસભર બન્યાંધ છે. આ સરકાર પ્રજાની નાનામાં નાની મુશ્કેલી કે જરૂરીયાત કાળજીપૂર્વક ધ્યાાને લઇ ત્વરીત નિર્ણયો લઇને કામગીરી કરે છે. વિકાસ અને સુશાસનના ફળ છેવાડાના વ્યકિતઓ અને વિસ્તા્રો સુધી સારી રીતે પહોંચી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતુ.
મંત્રીશ્રીએ કહ્યું કે, ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાીએ આજે રાજય, રાષ્ટ્રક અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવલંત સિધ્ધિ ઓ પ્રાપ્ત કરી છે. તેમણે ઉમેર્યુ કે, બનાસકાંઠા જિલ્લાાના પશુપાલકો અત્યાયરે દૈનિક ૯૦ લાખ લીટર દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે. દૂધ સંપાદનમાં બનાસ ડેરી સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાને છે. તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાકના ગ્રામીણ વિસ્તારોમાં જઇએ ત્યારે શ્વેતક્રાન્તિથી આવેલ સમૃધ્ધિ અને સુખાકારી જોઇને આનંદ થાય છે. આ પરિવર્તન કંઇ રાતો રાત નથી આવ્યું પરંતુ લાખો પશુપાલકોની સખત મહેનત અને રાજય સરકારની નીતિને આભારી છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૪,૫૬,૭૭૮ ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવ્યો છે. જે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે. તેમણે કહ્યું કે, બદલાતા સમય સાથે ખેડુતો કદમ મિલાવીને ચાલી શકે તે માટે રાજય સરકારશ્રીએ સ્માર્ટ ફોનની યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૧૦૩ ખેડુતોને સ્માર્ટ ફોન ખરીદવા માટે રૂ. ૬,૧૮,૦૦૦/-ની સહાય ચુકવાઇ છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાના કપરા કાળમાં પોતાના જાનની પરવા કર્યા વિના લોકોને નવી જિંદગી આપવા રાત- દિવસ કામ કરનારા આરોગ્ય વિભાગના ર્ડાક્ટર, નર્સ, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની સેવાને બિરદાવી તેમને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે, આપણી સરકારે લોકોને જે કહ્યું હતું તે કરી બતાવ્યુ છે એટલે જ આ સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ બંધાયો છે. તેમણે જણાવ્યું કે, આદર્શ અને સુખમય સમાજના નિર્માણ માટે તથા સમૃધ્ધ અને શક્તિશાળી રાજય અને રાષ્ટ્ર નિર્માણ માટે આવો આપણે સૌ સાથે મળી પ્રયાસો કરીએ.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વચેટીયા પ્રથા નાબૂદ કરવા ઉત્તર ગુજરાતના ડીસાથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી. ગરીબોને તેમના હકનું પુરેપુરૂ મળી જાય તે માટે શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાને સફળતા મળી છે અને ગરીબો સુધી તેમના લાભો સીધા પહોંચી રહ્યા છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી પરબતભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્ની લ ખરે, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઇ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી નંદાજી ઠાકોર, શ્રી હિતેશભાઇ ચૌધરી, શ્રી કનુભાઇ વ્યાસ, શ્રી ડાહ્યાભાઇ પિલીયાતર, શ્રી ગિરીશભાઇ જગાણીયા, શ્રી કૈલાશભાઇ ગેહલોત, શ્રી ભરતભાઇ પરમાર, શ્રી અશ્વિનભાઇ સક્સેના, શ્રી લાલજીભાઇ પ્રજાપતિ સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી