કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સેવા નુ બીજુ નામ એટલે શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ટ્રસ્ટ દ્વારા ચલાવવામા આવતી સેવાકીય પ્રવૃત્તિ ની મહેક સમગ્ર રાજકોટ સહિત આજુબાજુ ના પંથક મા મહેકી ઉઠી છે. કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ મા હાલ ચારસો કરતા વધુ સભ્યો કાર્યરત છે જે સેવાકીય પ્રવૃતિ મા હર હંમેશ ખડેપગે હોય છે ત્યારે સભ્યો ને પણ આકસ્મિક દુખદ ધડી મા મદદરૂપ બની શકાય તે હેતુ થી ટ્રસ્ટ દ્વારા ગૃપ ના સભ્ય રમેશભાઈ મોહનભાઈ ગોડલીયા નુ દુખદ અવસાન થતા તેમના પરિવાર ને ચાલીસ હજાર આઠસો રુપિયા નો ચેક અર્પણ કરવામા આવ્યો હતો. ટીપે ટીપે સરોવર ભરાય એ ઉક્તિ ને સાબિત કરતા શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ ના તમામ 408 સભ્યો એ 100 રુપીયા ની વ્યકિતગત મદદ કરી પરિવાર ની દુખદ ધડી મા મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે .કોરોના કાળ નો વિકટ સમય હોય, વાવાઝોડા કે વરસાદ ની કુદરતી આપત્તિ હોય કે ધોમધખતી ગરમી હોય ત્યારે શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા પડછાયાની જેમ પીડીતો ની વહારે હોય છે. શિયાળા મા જરૂરિયાત મંદ પરિવારો ને ઠંડી થી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને ઢાબળા પૂરા પાડવા , ભૂખ્યા ને અન્ન પહોચાડી માનવતા ની મહેક પ્રસરાવી રહ્યા છે , શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટે બલ્ડ ડોનેશન કેમ્પો યોજી હજારો બોટલ બ્લડ એકત્ર કરી કોરોના કાળ મા બ્લડ બેન્કો ને સોપ્યુ હતુ. તદ ઉપરાંત થેલેસેમીયા કેમ્પ નુ પણ ખૂબ સુંદર આયોજન કરેલ હતુ. કોરોના ની પ્રથમ લહેર વખતે અંદાજે હજારો પરિવારો ને રાશન કીટ, શાકભાજી તેમજ જીવન જરુરીયાત ની ચીજવસ્તુઓ પૂરી પાડી માનવતા નુ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. સેવા નુ બીજુ નામ એટલે શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ કોરોના ની બીજી લહેર મા મૃત્યુ આંક વધતા ટ્રસ્ટે અગ્નિદાહ માટે લાકડા ની જરુરીયાત ઉભી થતા શહેર ના સ્થાન ગૃહો ને મસમોટી રકમ આપી લાકડા ની સેવા ઉપલબ્ધકરાવી હતી. ટ્રસ્ટ ના પ્રમુખ, મંત્રી તથા સૌ કારોબારી સભ્યો તન મન અને ધન થી સેવાકીય પ્રવૃતિ ને વેગ આપી રહ્યા છે. શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ પોતાની સેવાકીય પ્રવૃતિઓથી આગવી ઓળખ ઉભી કરી રહ્યુ છે.