શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. તાજેતરમાં રુસ દ્વારા યુક્રેન ઉપર હુમલો કરવામાં આવતા યુક્રેન મા રહેતા ભારતના વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી છે ત્યારે વહીવટીતંત્ર અને ભારત સરકાર દ્વારા આવા વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.
અંબાજી જીઆઇડીસીમાં રાજન માર્બલ ના નિમેષ સોમપુરાએ જણાવ્યું હતું કે મારો મોટો ભાઈ 2004 મા યુક્રેન એમબીબીએસ નો અભ્યાસ કરવા ગયો હતો અને હાલ મારો મોટો ભાઈ વિશાલ રાજેન્દ્ર કુમાર સોમપુરા Lviv મા જોબ કરે છે. નિમેષ સોમપુરા એ જણાવ્યું હતું કે મારા ભાઈએ કહ્યું હતું કે સ્થિતિ નહી સુધરે તો હુ ભારત પરત આવવા માંગુ છું અને હાલ વિશાલ સોમપુરા સેફ છે
અંબાજી પ્રહલાદ પૂજારી