જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર શામળાજી મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવશે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રમત-ગમત,યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર,અરવલ્લી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અરવલ્લી સ્થિત જગપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ખાતે શામળાજી દ્વિ દિવસીય શામળાજી મહોત્સવ યોજાશે.
તા. ૨૬ અને ૨૭ ફ્રેબુઆરી ૨૦૨૨ના રોજ શામળાજી પરીસર ખાતે રાત્રે ૮-૦૦ કલાકે યોજાનાર શામળાજી મહોત્સવને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતો તથા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર ખુલ્લો મુકશે.
જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ,પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંહ, બાયડ,મોડાસા અને ભીલોડાના ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહશે.
આ મહોત્સવમાં પ્રથમ દિવસે ઝાંઝરી કલ્ચર ગ્રુપ દ્વારા કૃષ્ણલીલાની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે જયારે બીજા દિવસે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર શ્રી હિતુ કનોડિયા અને કલાવૃંદ દ્વારા લોકગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે
જેમાં રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી અશ્વિનીકુમાર, કમિશ્નર શ્રી પી.આર.જોષી તથા અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીના દ્વારા જિલ્લાવાસીઓને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ છે.