કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માન. કલેકટર શ્રીની અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટર ના નોડલ અધિકારી અને મહિલા અને બાળ અધિકારીશ્રી માર્ગદર્શનથી પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા તા- ૨૩/૦૨/૨૦૨૨ ના રોજ રાત્રે પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન દ્વારા મહિલા ને ૨ વર્ષ ની દિકરી સાથે માનસિક રીતે અસ્વસ્થ મહિલાને આશ્રય આપવામાં આવેલ જેઓને રાત્રે કીટ તથા કપડાં આપીને નવડાવીને આરામ કરવા જ્ણાવેલ બીજા દિવસે સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા બેનને મેડિકલ સારવાર કરાવેલ તેમજ કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલ કે ખેડા જિલ્લાના વાંઠવાડી ગામના વતની છે ત્યારે બેનના ગામના જાગ્રુત નાગરિક દ્વારા બેનના ની પરિવાર ની શોધખોળ કરેલ અને બેનનો પરિવાર મળી આવેલ હતો અને તેઓની સાથે ટેલિફોનિક કાઉન્સેલિંગ કરેલ જેથી જાણવા મળેલ કે બેનનુ પિયર ત્યા છે અને સાસરી ખેડા જિલ્લાના મહુધા તાલુકાના રુપપુરા ગામના છે.જેઓ આજુબાજુ ના વિસ્તારમાં શોધખોળ કરેલ પરંતુ ક્યાય મળેલ નહી અને અચાનક ૧૮ દિવસે સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લીમાંથી ફોન આવતા અચાનક પરિવારમા ખુશી જોવા મળેલ મળી અને આજ રોજ પિયર પક્ષ અને સાસરીપક્ષ વાળા સખી વન સ્ટોપ સેંન્ટર અરવલ્લી ખાતે લેવા બોલાવી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવેલ છે.