કપિલ પટેલ દ્વારા અરવલ્લી
,જીલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે તા.૧૯ ફેબ્રુઆરી૨૦૨૨ થી તા.૦૫ માર્ચ ૨૦૨૨ ના કલાક ૨૪-૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ ડૉ.નરેન્દ્રકુમાર મીના અરવલ્લી જિલ્લા, મોડાસાને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ- ૩૭ (૧) થી મળેલ સત્તાની રુએ પ્રતિબંધિક મનાઇ હુકમો જાહેર કરાયા છે.
જેમાં શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્રો જેવાકે દંડા, તલવાર, ભાલા,સોટા,બંદુક, ચપ્પું, લાકડી કે લાઠી કે તેવી બીજી કોઇ વસ્તુઓ લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવુ નહી, કોઇ જલદી સળગી ઉઠે તેવી વસ્તુઓ સ્ફોટક પદાર્થો લઇ જવા-ફરવા નહી,પથ્થરો કે બીજા હથીયારો ફેકવા કે નાંખવાના યંત્રો કે સાધનો લઇ જવા કે તૈયાર કરવા નહી, સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવી નહી, વ્યકિતઓ અથવા તેના તેના શબ, આકૃતિઓ કે આકાર અથવા પુતળા દેખાડવા નહી, લોકોએ બુમ પાડવા, ગીતો ગાવા કે વાધ્ય વગાડવા નહી, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સુત્રો પોકારવા નહી કે જેનાથી સુરૂચિ અથવા નીતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું તથા હાવભાવ તથા ચેષ્ટા કરવાનુ તથા પત્રો, પત્રિકાઓ, પ્લેકાર્ડો, ચિત્રો, નિશાનીઓ દેખાડવાનું અથવા ફેલાવો કરવવાનુ કે સાથે રાખીને ફરવુ નહી.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, અથવા અધિકૃત કરેલા કોઇપણ અધિકારીશ્રીઓ, શારીરિક અશકિતના કારણે લાકડી કે લાઠી રાખતા
વૃધ્ધ વ્યકિત તથા હથિયારના પરવાના ધારકો હથિયાર પ્રદર્શિત ન થાય તેમ ધારણ કરનાર, સરકારી નોકરી કે કામ કરતી વ્યકિતઓ કે જેના ઉપરની અધિકારીએ હથિયાર લઇ જવાનુ ફરમાવ્યુ હોય અથવા આવુ કોઇ હથિયાર ફરજ ઉપર સાથે રાખવાનુ આવશ્યક હોય, કોઇ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેનામામાં ઉલ્લેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનુરૂપ ઉપયોગ કરવા માટે અને જિલ્લા પોલીસ અધિકારીશ્રી અથવા તે વિસ્તારના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અગાઉથી લેખીતમાં મંજૂરી આપી હોય
તેવી સંસ્થા કે વ્યકિતઓ, ખેતીના કામે ઓજારો લઇ જતા ખેડૂતો, સરકારશ્રીના સરકારી કાર્યક્રમમાં
અધિકૃત વ્યકિતઓ, કોઇ પણ અંતિમયાત્રાને, લગ્નના વરઘોડામાં વરરાજાને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર અથવા કરાવનાર શખ્સ
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ (૩) તેમજ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ને કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.