શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો સિવાય વિવિધ વીઆઇપી લોકો પણ દર્શન કરવા આવી રહ્યા છે. રામાયણ સિરિયલમા લંકેશનુ મશહૂર પાત્ર ભજવી અરવિંદ ત્રિવેદી દેશભર મા લોકપ્રિય થયા હતા. આજે અંબાજી મંદિર ખાતે સ્વ.અરવિંદ ત્રિવેદી(લંકેશ) ના પુત્રી અને પરીવારે માતાજીના દર્શન કર્યા હતા અને અરવિંદ ત્રીવેદીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાથના પણ કરી હતી.
લોકપ્રિય સિરિયલ રામાયણ અને ગુજરાતી નાટકો, ફિલ્મોમા કલાકાર તરીકે અરવિંદ ત્રીવેદીયે ઘણી નામના મેળવી હતી. સ્વ.અરવિંદ ત્રિવેદીએ રામાયણ સિરિયલમા મશહુર અભીનય કરી દેશભરમા જાણીતા બન્યા હતા. થોડાક સમય અગાઉ અરવિંદ ત્રીવેદી નું મુંબઈ ખાતે અવસાન થયું હતું. તેમની પત્ની નું પણ ઘણાં વર્ષ અગાઉ અવસાન થયું હતું ત્યારબાદ તેઓ મુંબઈ ખાતે અને પોતાના વતન કુકડીયા ખાતે રહેતા હતા. તેમના સંતાનોમા 3 પુત્રી છે.
:- છેલ્લે બીમાર હતા ત્યારે અરવિંદ ત્રીવેદી અંબાજી દર્શન કરવા આવી શક્યા નહીં :-
આજે અંબાજી મંદિર ખાતે અરવિંદ ત્રીવેદીની
સૌથી મોટા બેબી કવિતાબેન ઠાકર અને બીજા નંબરના બેબી એકતાબેન ઠાકર માતાજીના દર્શન કરવા આવ્યા હતા,તેમની સાથે કૌસ્તુભભાઈ ત્રીવેદીના પરિવાર પણ આવ્યા હતા.જયારે લંકેશના ત્રીજા પુત્રી અમેરિકા ખાતે વસવાટ કરે છે. લંકેશ ભગવાન રામ અને અંબાજી માતાજીના પરમભકત હતા, અરવિંદ ત્રિવેદી અંબાજી મંદિર ખાતે ઘણી વખત દર્શન કરવા આવ્યા હતા પણ છેલ્લે તેમની અંતિમ ઇચ્છા અંબાજી મંદિર ના દર્શન કરવાનીઅધુરી રહેતા આજે તેમના પરિવારજનો અંબાજી મંદિર ખાતે આવી લંકેશ ની આત્માને શાંતિ મળે તે માટે પ્રાથના પણ કરી હતી.
:- છેલ્લી ઘડી મા અંબાજીના બે મિત્રોને યાદ કર્યા હતા લંકેશે :-
સપ્ટેમ્બર મહિનામાં ઇડર નજીકના ઘરે લંકેશ અન્નપૂર્ણા મા હાજર હતા ત્યારે તેમને અંબાજીના જીનુભાઈ પંડ્યા અને લધારામ સિંધી(શેઠ) ને યાદ કર્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી