માર્કેટિંગ યાર્ડ માં દિવસ દરમિયાન બોર્ડઓફ ડિરેક્ટરો ની મિટીંગ નો દોર શરૂ
ખેડૂત એકતા મંચ દ્વારા કૌભાડ બહાર લાવ્યા બાદ તપાસના આદેશ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાનું સૌથી મોટી માર્કેટ યાર્ડ મોડાસામાં કરોડોમાં શેષ કૌભાડ થયું હોવાના આક્ષેપ ખેડૂત એકતા મંચ દ્વારા કરવામાં આવ્યા હતા.ખેડૂત એકતા મંચ દ્વારા કૌભાડના પુરાવા આપવામાં આવ્યા હતા સાથેજ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આ શેષ કૌભાડ કેટલાક વેપારી દ્વારા કર્મચારીઓની મિલીભગત થી આચરવામાં આવ્યું છે.જોકે ખેડૂત એકતા મંચના આક્ષેપ બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાએ જોર પકડ્યું હતું અને APMC મોડાસાના સત્તાધીશો સહિત વેપારીઓ અને ખેડૂતોમાં પણ સોપો પડી ગયો હતો.મહત્વની બાબત એ છેકે ખેડૂતોની આવડી મોટી સંસ્થામાં કરોડોમાં કૌભાંડ થયું હોવા છતાં સમગ્ર બાબત દબાવી દેવામાં આવી હતી.જોકે ખેડૂત નેતાઓ દ્વારા સમગ્ર મામલો સામે આવતા ચેરમેન અને APMC ડિરેક્ટર દોડતા થયા હતા અને તાત્કાલિક બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી.જોકે આક્ષેપ બાદ તપાસ થતા કૌભાંડ થયું હોવાના પુરાવા મળી આવ્યા હતા.જેને લઇ બોર્ડ બેઠકમાં સમગ્ર કૌભાડ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં.બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે APMC માં કૌભાંડ થયું છે તે હકીકત છે અને તેમાં જવાબદારો સામે પગલાં લેવાય તે માટે મોડાસા માર્કેટ યાર્ડ ના વેપારી પક્ષના ચાર ડિરેક્ટર સામે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.સાથેજ માર્કેટ યાર્ડમાં વેપાર કરતા 40 વેપારીઓ સામે તપાસ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.બેઠક બાદ APMC ડિરેક્ટર પંકજ પટેલે જણાવ્યું હતુ કે મોડાસા APMC માં કથિત શેષ કૈભાંડ થયું છે.જેને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે.તપાસમાં “સત્તાધિશોને શેષ ચોરીના 10 થી 15 બિલ મળી આવ્યા છે” જેને લઇ કારોબારીની બેઠકમાં શેષને લઇને ચર્ચા કરાઇ છે.”બેઠકમાં વેપારીઓને છેલ્લા પાંચ વર્ષની બિલ બૂક ચેક કરવાનું નક્કી કરાયું છે” બિલબૂક શંકાસ્પદ લાગશે તો વેપારી સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાશે.આવા વેપારીઓ પાસેથી શેષ વસૂલવાની સાથે લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.ખેડૂતને જણસની અપાતી કિંમતની સામે ઓછું બિલ બનાવી શેષ ચોરીની ઘટનાઓ થઈ છે જે ખેડૂત સંસ્થા માટે ચિંતા જનક છે.મહત્વની બાબત છે કે જિલ્લામાં ખેડૂતો ને વિશ્વાસમાં લઈ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું.ખેડૂતો ને કાચું બિલ આપી માર્કેટ યાર્ડમાં ખરીદી કરતા ઓછા ખોટા બિલ રજૂ કરવામાં આવ્યા હતા જેનાથી APMC ને પણ મોટું નુકસાન પહોચ્યું છે