➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ આજરોજ એલ.સી.બી.નાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને બાતમીરાહે હકિકત મળેલ કે,દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારનાં બે ગુન્હાઓમાં આરોપી ઓને મદદગારી કરવાનાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપી વિપુલ જીણાભાઇ ચુડાસમા રહે.કણબી પ્લોટ, દાઠા જી.ભાવનગરવાળા હાલ-સૈયદ રાજપરા તા.ઉના જી.ગીર સોમનાથ તેનાં પરિવાર સાથે રહે છે. જેથી આ હકિકત આધારે સ્ટાફનાં માણસો સાથે સૈયદ રાજપરા ગામે આવી તપાસ કરતાં આરોપી વિપુલ જીણાભાઇ ચુડાસમા ઉ.વ.૩૪ ધંધો-મજુરી રહે.કણબી પ્લોટ,દાઠા જી.ભાવનગર વાળા હાલ-સૈયદ રાજપરા તા.ઉના જી.ગીર સોમનાથવાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે દાઠા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
➡ આમ, દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારનાં બે ગુન્હાઓમાં આરોપીઓને મદદગારી કરવાનાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડને ઝડપી લેવામાં સફળતા મળેલ છે.
➡આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી એન.જી.જાડેજાસાહેબ, પી.આર. સરવૈયાસાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા, જયદિપસિંહ ગોહિલ,ઇમ્તિયાઝખાન પઠાણ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.