➡ ભાવનગર રેન્જ,ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા,શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. તથા પ્રિવેન્શન ઓફ ક્રાઇમ સેલ સ્ટાફનાં માણસોને માથાભારે ઇસમો, ગે.કા.નાણાં ધીરધાર, પ્રોહીબિશન,જુગારને લગતી ગે.કા. પ્રવૃતિઓ કરનારાં ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવા તથા પાસાના વોરંટની બજવણી નહી થયેલ ઇસમોને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.
➡ ભાવનગર જિલ્લાનાં જુગારનાં કુલ-૦૩ જેટલાં કેસોમાં પકડાય ગયેલ જાહિદભાઇ અલ્લારખભાઇ અવાદી/પઠાણ રહે. પરિમલ સોસાયટી,પાલીતાણા જી.ભાવનગરવાળા પકડાય ગયેલ.આ ઇસમ સતત જુગારને લગતી પ્રવૃતિ સાથે સંકળાયેલ હોવાથી તેનાં વિરૂધ્ધ ભાવનગર,પાલીતાણા પોલીસ સ્ટેશન તરફથી પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી, ભાવનગરનાંઓ તરફ મોકલી આપતાં દરખાસ્ત મંજુર કરવામાં આવેલ. જે અંગે ઇશ્યુ થયેલ વોરંટ બજવણી કરવાની હોય.
➡ આજરોજ એલ.સી.બી.,ભાવનગર સ્ટાફ નાં માણસો નાઇટ રાઉન્ડમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા જયરાજસિંહ જાડેજાને મળેલ માહિતી આધારે પાસામાં પકડવાનાં બાકી જાહિદભાઇ અલ્લારખભાઇ અવાદી/ પઠાણ ઉ.વ.૩૯ રહે.પરિમલ સોસાયટી, પાલીતાણા,ભાવનગરવાળા શિશુવિહાર, જનતાનગરમાંથી મળી આવેલ. તેને પાલીતાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપતાં સુરત,લાજપૌર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ.
➡ આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં હરગોવિંદભાઇ બારૈયા,વનરાજભાઇ ખુમાણ,ઘનશ્યામભાઇ ગોહિલ,જયરાજસિંહ જાડેજા,રવિરાજસિંહ ગોહિલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતાં.