કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ધનસુરા ની પ્રાથમિક શાળા નંબર – ૧ ના શિક્ષક કલ્પેશભાઇ પ્રજાપતિ એ એક અનોખી દેશી સગડી બનાવી છે,, ગામડાઓમાં રસોઈ માટે ચૂલાનો ઉપયોગ વધુ થતો હોય છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો મહિલાઓના સ્વાસ્થ્યને નુકસાન કરતો હોય છે ત્યારે તેના વિકલ્પ રૂપે શિક્ષક કલ્પેશભાઈ પ્રજાપતિ એ આ દેસી સગડી બનાવી છે,,આ સગડી, ધુમાડા રહિત છે ધુમાડાના સીધા નિકાલ માટે ચીમની મુકવામાં આવી છે,,જેના દ્વારા ધુમાડો ચીમની મારફતે ઉપરથી નીકળી જાય છે,,ગ્રામ્ય વિસ્તારોમાં રસોઈ બનાવવા માટે મહિલાઓ સૌથી વધારે ચૂલાનો ઉપયોગ કરતી હકી છે તેવા સમયમાં ધુમાડા ના સંપર્ક માં ન આવે અને તેમનું સ્વાસ્થ્ય આરોગ્યપ્રદ રહે તે માટે આ સગડી બનાવી છે..
આ દેશી સગડી તેમને રેતી, સિમેન્ટ, ઈંટ અને લોખંડ જેવી ઘરગથ્થુઓ નો ઉપયોગ કરી ને બનાવી છે,,જે કિંમતમાં સસ્તી, ટકાઉ અને મુવેબલ છે,,આ સગડી ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ સરળતા થી ખસેડી શકાય છે,, મોટે ભાગે જે ચૂલા નો ઉપીયોગ કરવામાં આવતો હોય છે તે એક જગ્યા સ્થાઈ હોય છે,,જ્યારે આ સઘડીમાં નીચે ટાયર બનાવવામાં આવ્યા છે જેથી સગડી ને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતા થી લઈ જઈ શકાય છે. આ ઉપરાંત એક સાથે બે વસ્તુઓ રાંધી શકાય તેવી પણ સગવડ કરવામાં આવી છે અને બહારની દીવાલ ગરમ ન થાય અને લાકડાનું સંપૂર્ણ દહન થાય તે માટે વેન્ટીલેશન બનાવી દેશી સગડી નું નિર્માણ કરવામાં આવ્યું છે.આજ સમયમાં મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે વધતી મોંઘવારી વચ્ચે આર્થિક રીતે પરવડે અને મહિલાઓ ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી બનાવવામાં આવેલી દેશી સગડી લોકો માટે ચોક્કસ થી આશીર્વાદરૂપ સાબિત થશે..