Breaking NewsLatest

અંબાજી : માતારાણી અંબાના ધામ મા શિવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી

માતારાણી અંબાના ધામ મા શિવરાત્રીનો પર્વ ધામધૂમ થી ઉજવાયો ,પાલખી યાત્રા વિશેષ આકર્ષણ ”

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર થી 60 કીમી દૂર આવેલા અંબાજી ધામ મા શિવરાત્રી ના પાવન પર્વ પર વિવિધ શિવમંદિરો મા વિશેષ પૂજા ,મહાપુજા ,ભસ્મ આરતી ,પ્રસાદી અને ઠંડાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું ,વર્ષ મા માર્ચ મહિનામાં આવતી શિવરાત્રી ના પર્વે અંબાજી નગર આખું ભગવાન શિવ ની ભક્તિ મા તલ્લીન જોવા મળ્યું હતું ,અંબાજી આસપાસ આવેલા તમામ શિવમંદિરે ભક્તો દર્શન માટે જોવા મળ્યા હતા ,આજના પર્વે ભક્તો શિવ ની આરાધના કરતા સાથે પૂજા અર્ચન કરી મહાદેવ ને પ્રસન્ન કરતા પણ જોવા મળ્યા હતા ,અંબાજી આસપાસ ઘણા મહાદેવ આવેલા છે સાથે અંબાજી મા પણ ઘણા મહાદેવ આવેલા છે પણ અંબાજી ખોડીવડલી સર્કલ પર આવેલા ” હર્ણેશ્વર મહાદેવ ” વિશે કહેવત છે કે અંબાજી વારંવાર ,કોટેશ્વર અનેકવાર અને હર્ણેશ્વર એકવાર .આમ શિવરાત્રી ના દિવસે આ મંદિર પર વહેલી સવારે 5 વાગ્યા થી ભક્તો ની ભારે ભીડ દર્શન અને પૂજા માટે જોવા મળી હતી ,આ મંદિર ની પૂજા કરતા ભક્તો આજે વિદેશ અને મોટા ઉધોગપતી બની ગયા છે

અંબાજી ખાતે વિવિધ મહાદેવ આવેલા છે જેમાં [1] કોટેશ્વર મહાદેવ [2] આપેશ્વર મહાદેવ [3] પરશુરામ મહાદેવ [4] માનેશ્વર મહાદેવ [5] હર્ણેશ્વર મહાદેવ [6] અંબિકેશ્વર મહાદેવ [7] મંદિર ના 6 નંબર ગેટ પાછળ આવેલા મહાદેવ મંદિર મા [8] નીલકંઠ મહાદેવ [9] ગબ્બર 51 શક્તિપીઠ માં આવેલા અમરનાથ મહાદેવ [10] ગબ્બર નવદુર્ગા મંદિર મા આવેલા મહાદેવ મા [11] વાલ્મીકી આશ્રમ સહીત ના શિવમંદિરો માં ભક્તિ અને શ્રદ્ધા ના દર્શન થયા હતા ,ભક્તો આજે શિવ આરાધના ,શિવ ભક્તિ સાથે મંદિરોના દર્શન કરતા જોવા મળ્યા હતા ,કૈલાશ ટેકરી મહાદેવ મંદિર મા દાદા ને 56 ભોગ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો સાથે અન્નકૂટ આરતી કરવામાં આવી હતી સાંજે 108 દીવડાની પણ આરતી કરવામાં આવી હતી સાથે રાત્રીના 12 વાગે ભષ્મ આરતી પણ કરવામાં આવી હતી તમામ મંદિરોમાં ભક્તો માટે પ્રસાદ અને ઠંડાઈ ની વ્યવસ્થા કરવામાં આવી હતી

@@ 6 વર્ષ થી નીકળે છે પાલખી યાત્રા @@

શક્તિપીઠ અંબાજી ના 7 નંબર ગેટ પાસે આવેલા પરશુરામ મહાદેવ થી બપોરે શિવજીની પાલખી યાત્રા નીકળી હતી અને વિવિધ મંદિરો થઈને કૈલાશ ટેકરી ખાતે યાત્રાની પુર્ણાહુતી થઇ હતી ,શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા છેલ્લા 5 વર્ષ થી આ પાલખી યાત્રા નીકળે છે ,પાલખી યાત્રા મા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા , અંબાજી ધાર્મિક સેવા સમિતિ સહિતના ભક્તો જોડાયા હતા ,આજે આખું અંબાજી નું ધામ ભોલેનાથ ની ભક્તિ મા તરબોળ થઇ ગયું હતું

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 713

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *