Breaking NewsLatest

વાવ મુકામે શ્રી વિરેશ્વર મહાદેવ મંદિરે ખાતે શિવરાત્રી મહોત્સવમાં સામેલ થઇ શિવ પ્રતિમાને દિપ પ્રાગટ્ય કરી પૂજા દર્શન કર્યા સામાજિક ન્યાય અને અધિકારીમંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર : મંત્રીશ્રી ગજેન્દ્ર પરમાર અને ધારાસભ્યો ઉપસ્થિત રહી શિવરાત્રીની દબ દબાભેર ઉજવણી કરાઈ. મહાનુભાવોનું ઉત્સાહભર્યું સ્વાગત કરાયું.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

વાવ મંદિર પરિસરને લાઇટિંગથી શાનગરવામાં આવ્યું. કિંજલ મહેરિયા દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાઈ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા. વાવના ગાદીપતિ વિરબાવજી દ્વારા આશીર્વાદ પ્રસાદની વહેંચણી કરાઈ.

દેવોના દેવ મહાદેવ ભોળાનાથ શંકરની મહાશીવરાત્રી મહોત્સવને લોકો આસ્થા શ્રદ્ધા અને ભક્તિભાવથી રંગેચંગે ઉજવે છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલું વાવ, લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી વિરેશ્વર મહાદેવ મંદિર ખાતે વાવના ગાદીપતિ વીરબાવજી મહારાજ દ્વારા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના કેબિનેટ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર તથા રાજ્ય કક્ષાના અન્ય નાગરિક પુરવઠા મંત્રીશ્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ઇડરના ધારાસભ્ય હિતુભાઇ કનોડિયા, માજી. ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા માજી ધારાસભ્યશ્રી, માજી મહિલા બાળ કલ્યાણ વિભાગના ઝાલાબેન, તાલુકા પંચાયત્ન સદસ્ય અગ્રણીઓ શિવરાત્રી નિમિતે ખાસ ઉપસ્થિત રહીને મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે પ્રખ્યાત ગાયક કલાકાર કિંજલબેન મહેરિયા દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી વાતાવરણમાં આનંદ ઉત્સાહ તાજગી પ્રસરાવી હતી અને માઈ ભક્તો મન મૂકીને ઝૂમો ઉઠ્યા હતા.

મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા શિવની પ્રતિમાને દિપપ્રાગટ્ય કરી શિવ વંદના કરીને આ મહોત્સવ ખુલ્લો મુક્યો હતો અને ઉપસ્થિત ભક્તોને શિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી. અને ભગવાન શંકર સૌનું દુઃખ દૂર કરે સંકટ હારે. કોરોના મહામારીમાં પણ સૌનું રક્ષણ કરે તેવી મંગલ પ્રાર્થના કરી હતી. અને મંદિર દ્વારા કરવામાં આવતી સેવાભાવની પ્રવૃત્તિને બિરાદાવી ગાદીપતિ વીરબાવજી ને અભિનંદન પાઠવ્યા હતા. અને શિવરાત્રી મહોત્સવમાં સામેલ થવાની તક મળી તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. વિરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને પ્રખ્યાત ગાયક કલાકાર દ્વારા રાસ ગરબાની રમઝટ ઝાંખી નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારનું પરંપરાગત પાઘડી પહેરાવીને અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. સાથે ઉપસ્થિત મંત્રી મહાનુભાવોનું પણ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને મધ્યરાત્રીએ શિવજીની સ્તુતિ વંદના અને હર હર ભોલેના નારાઓથી વાતાવરણ ગુંઝતું કર્યું. પ્રત્યેક જીવનું શિવ રક્ષણ કરે તેવી પ્રાર્થના કરી હતી. વાવ ખાતે આવેલું શ્રી વિરેશ્વર મંદિર આ વિસ્તારના લોકોની આસ્થા શ્રદ્ધા, વિશ્વાસનું કેન્દ્રબિંદુ હોઈ મોટી સંખ્યામાં ભક્તો, સેવકો ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવ મહોત્સવ રંગેચંગે ઉજવ્યો હતો. જન જનનું શિવ કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે શિવમહોત્સવી ઉજવણી કરાઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *