કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના ખેડુતોને આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે સરકારશ્રીનું (https://ikhedut.gujarat.gov.in) પોર્ટલ વિવિધ ઘટકો જેવા કે ફળપાક વાવતેર, નાની નર્સરી, પપૈયા, ટ્રેક્ટર(20 PTO HP સુધીના), ફુલપાકોના વાવેતર, પ્લાસ્ટીક મલ્ચીંગ, શાકભાજી પાકોના હાયબ્રીડ બિયારણ, બટાકામાં શોર્ટીંગ ગ્રેડિંગ યુનિટ, પેકહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પ્લગ નર્સરી તેમજ બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબર ખાતરો, પેકિંગ મટેરીયલ્સ, સરગવાની ખેતી, વેલાવાળા શાકભાજી પાકોમાં ટ્રેલીઝ/મંડપ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી જેવા વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૦૧ માર્ચ થી ૩૦ એપ્રિલ ૨૦૨૨ સુધી આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા માંગતા ખેડુત મિત્રોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડુત મિત્રોએ અરજીની પ્રિન્ટ મેળવી પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ, ચુટણી કાર્ડ, જાતિનો દાખલો, બેંક પાસબુકની ઝેરોક્ષ સાથે અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સી-બ્લોક, ભોયતળીયે, બહુમાળી ભવન, હિંમતનગર, સાબરકાંઠા ખાતે અરજી કર્યાથી શક્ય હોય તેટલા વહેલા સમયમાં બીનચુક પહોચાડવાની રહેશે.
















