અમદાવાદ: ખાદ્ય તેલબિયા સ્ટોક લિમિટ માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ૩૦ મી જુન સુધીમાં આ અંગે ની પ્રક્રિયા પુરી કરવા તેલના વેપારીઓને આદેશમાં જણાવ્યુ છે.
તેલના સ્ટોક ધરાવતા તમામ મિલરો કે સ્ટોક ધરાવતા વેપારીઓએ અઠવાડિક ખાદ્ય તેલ કે તેલબીયાના સ્ટોક વેબસાઈટ પર અપડેટ કરવાના રહેશે
અમદાવાદ શહેર અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી ની કચેરીમાં અમદાવાદ શહેર મા તેલ કે તે અંગે ના વેપાર સાથે જોડાયેલ તમામ હોદ્દેદારો અને પમુખશ્રીઓ તેલ મિલરો, હોલસેલરો, સ્ટોકિસ્ટો, રિટેઈલસઁ, ડિલરો ના એસોસિએસનની બેઠક નિયંત્રક શ્રીના અધ્યક્ષ પદે યોજાઈ તેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના જાહેરનામા મુજબ વર્તમાન સ્થિતિમાં દરેક ખાદ્ય તેલ ના વેપારીઓએ સુચના ઓના પાલન સાથે સતત ઓનલાઈન સ્ટોક અપડેટ કરાવવાનો રહેશે
દરેક વેપારીઓએ સરકારે દાખલ કરેલ તેલના સ્ટોકની લિમિટ મુજબ તેનો સંગહ કરવાનો રહેશે અને વધી જાય તો તે અંગે ની સંબંધિત વિભાગ ની મજુંરી તાકીદે મેળવવાની સુચનાઓ આપવામા આવી
વર્તમાન સમયમાં તેલ ના ભાવો ને અંકુશ મા રાખવા પુરવઠા વિભાગે અનેક પગલાઓ રાજ્યના તેલનો વપરાશ કરતા ગ્રાહકોના હિતને ધ્યાન મા રાખી ને ભર્યા છે.