અમદાવાદ: ભારતીય તટરક્ષક દળ (ICG) ઑક્સિલરી બાર્જ “ઉર્જા પ્રભા”નો 05 માર્ચના રોજ શ્રીમતી વિરાજ શર્મા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે નવી દિલ્હી સ્થિત ભારતીય તટરક્ષક દળના હેડક્વાર્ટરના નાયબ મહાનિદેશક (M&M) ઇન્સ્પેક્ટર જનરલ દેવ રાજ શર્મા PTM, TM ની ઉપસ્થિતિમાં ભરૂચમાં શોફ્ટ શિપયાર્ડ ખાતે આ પ્રારંભ કર્યો હતો.
ઑક્સિલરી બાર્જ ઉર્જા પ્રભા 1.85 મીટર ડ્રાફ્ટ સાથે 36.96 મીટર લંબાઇ ધરાવે છે જે જહાજના ઇંધણ, ઉડ્ડયન ઇંધણ અને તાજા પાણીની અનુક્રમે 50 ટન, 10 ટન અને 40 ટનની ક્ષમતા સાથે તેનું વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ બાર્જથી સમુદ્રમાં દૂર દૂરના વિસ્તારોમાં વિવિધ તટરક્ષક દળ ચાર્ટર ખાતે ફરજ નિભાવવા માટે તૈનાત કરવામાં આવેલા ICG જહાજોને લોજિસ્ટિક સહકાર આપીને ભારતીય તટરક્ષક દળની કામગીરીમાં વધારો કરી શકાશે.