જય માતાજી મારા બધા વહાલા દરેક સમાજ ના મહીલા મિત્રો આ વિશ્વ મહીલા દિવસ દર વર્ષે આવે છે પણ આપડે વર્ષ ના દરેક દિવસ મહીલા દિવસ છે એવું માની ને રેવું જોઈએ
હું નીક્કી બાં રાઠોડ હું એક તલવાર બાજી ટ્રેનર ની સાથે સાથે મારું પોતાના બ્યુટી પાર્લર પણ છે મારું બ્યૂટી પાર્લર છેલ્લાં ૫ વર્ષ થી હું ચલાવી રહી છું છેલ્લાં ૫ વર્ષ માં ઘણી બધી વખત એવું બન્યું છે આ બિઝનેસ માંથી મે ઘણા મોટા નાના પરીવાર ની
મહિલા જે પોતાનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોઈ તેવા પરીવાર ની મહિલા ને મે ફ્રી અને ની શુલ્ક સહાય આપી છે મારા ધ્યાન માં ઘણા નાના મોટા એવા ઘણા પરીવાર ની નાની દીકરી ને આ ફિલ્ડ માં અને બ્યૂટી પાર્લર ના કોર્સ ની માર્કેટ માં ૨૦-૨૫ હાજર ફી. માં એક દમ નજીવા દરે હું આ કોર્ષ માત્ર ૨૦૦૦ માં કરાવી તેમને પોતાના બિઝનેસ કરવા માટે એક પ્રયત્ન અને પ્રયાસ કરાવું છું આ કોર્ષ માં આટલી ઓછી ફી ની સાથે પણ મારા બ્યુટી પાર્લર અને બ્યુટી એકડમી નું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે જેના આ સર્ટિફિકેટ તેના બિઝનેસ માં નાની મોટી લોન અથવા કોઈ પણ કામ માં મદદ રૂપ થાય છે હું મારા ફ્રી સમય માં નાના બાળકો તેમજ અલગ અલગ વિસ્તાર માં શિયાળા દરમિયાન ધાબળા વિતરણ તેમજ મારા ધ્યાન માં આવતા વિસ્તાર માં મારા થી બનતી નાની મોટી મદદ કરી તેમના જીવન ખુશી નો મહોલ થઈ શકે આજે આ વિશ્વ મહીલા દિવસ પર મારી બધી મહિલા ને એ વિનંતી તમારા જીવન તમારા કાર્ય ઉપરાંત સામજીક કાર્ય માં અગ્રેસર રહી એક બીજા ને મદદ રૂપ કરી શકી આજે દરેક જીવન માં ઘણા ઉતાર ચડાવ આવતા હોઈ અને નાના મોટા અનુભવ અને પરિશ્રમ કરી આગળ વધી ને એક આપડા સમાજ તેમજ દરેક સમાજ ની મહિલા આપડા વ્યક્તિત્વ માંથી પોતાના જીવન શૈલી માં બદલાવ લાવી શકે છે
આ વિશ્વ મહીલા દિવસ પર મારા બધા સમાજ ની મહિલા ને એક જ અપીલ કોઈ પણ કાર્ય અઘરું નથી બધા કાર્ય મહેનત પરિશ્રમ કરી આગળ વધવું જરૂરી છે
અહેવાલ જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ પેપર ચેરમેન હેમરાજ સિંહ વાળા દ્વારા તેમજ અભિષેક ડી પારેખ યુવા રિપોર્ટર લેખક જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ પેપર