Breaking NewsLatest

અરવલ્લીના મોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાથી આજની નારી આત્મનિર્ભર બની છે.

ઉપપ્રમુખશ્રી કનુભાઈ મદાત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સમગ્ર રાજ્યમાં૮ માર્ચના રોજ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત અરવલ્લીનાં મોડાસા ખાતે જીલ્લા પંચાયતનાં ઉપપ્રમુખશ્રી કનુભાઈ મદાતની અધ્યક્ષતામાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી.
મોડાસાના ભામાશા હોલ ખાતે યોજાયેલ ઉજવણીમાં અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતા ઉપપ્રમુખશ્રી કનુભાઈ મદાતે જણાવ્યું હતું કે, આજની નારી અબળા નહિ પણ સબળા બની છે. રાજ્યની આ સરકાર મહિલાલક્ષી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. જેના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે.


રાજ્ય સરકારના બજેટમાં પણ મહિલા વિકાસને પ્રાધાન્ય આપવા મહત્તમ ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓની તમામ ક્ષેત્રોમા ભાગીદારી વધી હોવાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગુજરાતની દિકરી દિશા ગડાએ પોતાના જીવના જોખમે હજારો ભારતીઓને પરત લાવવાની કપરી કામગીરી કરી છે તે આપના માટે ગૌરવની વાત છે.


વધુમાં તેમણે જણાવ્યું જતું કે રાજ્યની આ સરકારે સ્થાનિક સ્વરાજમાં મહિલાઓની ભાગીદારી વધે અને સરકારી નોકરીમાં વધુમાં વધુ બહેનો જોડાય તે માટે ખાસ અનામતની જોગવાઈ કરી છે.
આ પ્રસગે  જીલ્લા સમાહર્તાશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, મહિલાઓના સશક્તીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે અન્ય દેશોની તુલનામાં રાજકીય સશક્તિકરણ કરવામાં ભારતમાં સૌથી વધુ મહિલાઓ ભાગીદારી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, સશસ્ત્રદળ જેવા જેખામી ગણાતા ક્ષેત્રોમા પણ મહિલાઓ આજે અગ્રેસર છે. તેમને દીકરીઓએને વધુ સારૂ શિક્ષણ મેળવીને જાગૃત થઈ તેમને મળતી તકને ઝડપી લેવી જોઈએ


લાભાન્વિત મહીલા પોતાને મળેલા લાભની વાત અન્ય મહિલાને કરી તેને મદદરૂપ થવાની ભાવના કેળવવા પણ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસારે જણાવ્યું હતું કે, સમાજને સશક્ત કરવાનું કામ મહિલાઓ કરી રહી છે. આજે ઓટોરીક્ષાથી માંડી એરોપ્લેન ચલાવવાની કામગીરી મહિલાઓ કરી રહી છે. તેમણે વુમન એમ્પાવરથી માંડી વુમન ડેવલોપમેન્ટનુ કામ રાજ્યની આ સરકાર કામ કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું  હતું.


જિલ્લા અગ્રનીશ્રી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની આ સરકાર માતાના ગર્ભથી માંડી દીકરીના શિક્ષણ, આરોગ્ય અને તેના લગ્ન સુધીની ચિંતા કરે છે અને તેના માટે અનેક વિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. વર્ષો અગાઉ સ્ત્રી રેશીયાનું પ્રમાણ નીચું હતું જે આજે વધીને ઘણું ઊંચું આવ્યું છે. અરવલ્લી જીલ્લાના ૬ તાલુકા પંચાયતો પૈકી ચાર તાલુકા પંચાયતના પ્રમુખ પદ મહિલાઓ સંભળી રહી છે. એ નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે સિધ્ધી મેળવનાર મહિલાઓ, દીકરીઓ, વ્યક્તિ વિશીષ્ટોને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપ મહિલાઓને સહાય યોજના હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મહિલા કર્મચારીઓને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત જિલ્લાકક્ષાએ પ્રથમ આવેલ ૬ આંગણવાડી કાર્યકરો તથા ૬ તેડાઘર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નારીશક્તિ પ્રતિજ્ઞાનું વાંચન કરવામાં આવ્યું હતું.
વિશ્વ મહિલા દિનની ઉજવણી પ્રસંગે પૂર્વ ધારા સભ્ય શ્રીમતિ ભીખીબેન પરમાર, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી રમીલાબેન પરમાર, પ્રાંત અધિકારીશ્રી અમીત પરમાર, જીલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી મીતાબેન ડોડીયા, સહીત સમાજના શ્રેષ્ઠ-અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નારી શક્તિ ઉપસ્થિત રહી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *