શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠ મા અનેરૂ મહત્વ ધરાવે છે. અંબાજી ખાતે દેશભરમાંથી માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે અંબાજી મંદિર ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના અન્ન પુરવઠામંત્રી ગજેન્દ્રસિંહ પરમાર માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર 4:15 બાદ બંદ હોઇ મંત્રીશ્રીએ ચાચરચોક માથી માતાજીના દર્શન કર્યા હતા.
આજે બપોર બાદ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર કે જેઓ બનાસકાંઠાના પ્રભારીમંત્રી છે તેઓ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા પરંતુ મંદિર 4:15 બાદ બંદ હોઇ મંત્રીશ્રીએ ચાચરચોકમાથી ઊભા રહીને માતાજીના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. અંબાજી બીજેપી યુવા મોરચાના પ્રમુખ દિનેશ પૂજારી પણ સાથે જોડાયા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી