ઉમરાળા પોલીસ અધિકારી આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ ઉમરાળા પોલીસ સ્ટાફ દ્વારા ઉમરાળા તાલુકાના પરવાળા સંસ્કાર ભારતી હાઇસ્કુલ ખાતે સ્કૂલ આચાર્ય તથા શિક્ષક સ્ટાફની ઉપસ્થિતિમાં સેમિનારનું આયોજન કરી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ટ્રાફિક બાબતે અવેરનેસ તેમજ સાઇબર ક્રાઇમના હાલના સમયમાં વધતા જતા બનાવો બાબતે તકેદારી રાખવા અને અત્યારની યુવા પેઢીઓમાં વધતા ડ્રગઝ સેવન અટકાવવા ડ્રગઝ અવેરનેસ બાબતે તેમજ એન્ટી રોમિયો પ્રવૃત્તિ અંગે જાગૃત કરવામાં આવ્યુ તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ સંસ્કાર ભારતી હાઇસ્કુલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી તેઓને હાલમાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા “સી ટીમ”ની રચના કરવામાં આવેલ તેના બાબતે જાણકારી આપી માહિતગાર કરવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને પોતાના પરિવારના સભ્યોને પણ પાલન કરાવી ઉમરાળા પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવેલ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા