કૃષિ પ્રધાન દેશમાં વિકાસ તો થવો જોઇએ તેમાં અમે સાથે છીએ પરંતુ ખેડુતો ના ભોગે તો નહિજ ભારતીય કિસાન સંઘ અરવલ્લી
ભારતીય કિસાન સંઘ અરવલ્લી મોડાસા આક્રોશ વ્યકત કરે છે..
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા તાલુકામાં હાલ મોડાસા શામળાજી બ્રોડગેજ રેલ્વે લાઈન માટે જમીનો સંપાદિત કરતાં કોલીખડ, પહાડપુર, સબલપુર, બાજકોટ, ગાજણ ,વગોડિયા, જીતપુર ,મોટી ઇસરોલ , નાની ઇસરોલ, જીવણપુર, બોલુન્દ્રા, બામણવાડ,ટિંટોઈ સુધીના ગામો માં જમીન સંપાદન કરવાની કામગીરી ચાલે છે.તેમાં જમીનની હાલની બજાર કિંમત કરતાં નીચા એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે.
આ બાબતે ભલાભોળા ખેડૂતો ને આપઘાત કરવાનો વારો આવશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.!! જેટલી જમીન રેલ્વે માં જાય છે તેટલી જ બાકી રહેતી જમીન ખેતી માટે બિન ઉપયોગી થઇ જાય છે ત્રાસી કપાવાથી,રેલ્વે પાટા ની પેલી બાજુ રહેલી જમીન માં જવાના રસ્તા મળતા નથી,રેલ્વે નીકળવાથી બાકી રહેલી જમીન ની માર્કેટ વેલ્યું પણ ઘટી જાય છે. વળતર નકકી કરવામાં આ બધી બાબતો ધ્યાન માં લેવી જોઈએ.કૃષિ પ્રધાન દેશમાં વિકાસ તો થવો જોઇએ તેમાં અમે સાથે છીએ પરંતુ ખેડુતો ના ભોગે તો નહિજ.
ખેડૂતો ના બેલી કોણ છે ???
જે ખેડૂતો ની મુસીબત સમજી શકે!!!!
ખેડૂતોની મહામૂલી બાપદાદા ની વસાવેલી જમીન જેનાપર આખો પરીવાર પેઢી દરપેઢીથી જીવન ગુજરાન ચલાવે છે.એવી ખેડૂતો ની જમીન માતાને પાણીના ભાવે લઈ લેવામાં આવે છે તે ઘણી દુઃખદ ઘટના છે.
આપણે કોઈ ને નોકરી આપી નથી શકતા તો કમ સે કમ તેની રોઝી રોટી છીનવાય નહીં તેનો ખ્યાલ રાખવો જોઇએ, ખેડૂતો ને સન્માનીય વળતર મળવું જોઇએ આપનાર અને લેનાર બંને ખુશ હોવા જોઈએ. ગણા લૉકો કહે છે કોર્ટ તમારા માટે ખુલ્લી છે, પણ જાણી જોઈને ભલા ભોળા ખેડૂતોને કોર્ટમાં મોકલવા તે પણ ગુનો બનેછે. આ બાબતે ભારતીય કિસાન સંઘના પ્રમુખ ગજાનંદભાઈ પટેલ દ્વારા ખેડુતો ને ન્યાય મળે તે માટે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
જેટલી જમીન રેલ્વેમાં જાય છે તેટલી જ બાકી રહેતી જમીન ખેતી માટે બિન ઉપયોગી થઇ જાય છે ત્રાસી કપાવાથી,રેલ્વે પાટાની પેલી બાજુ રહેલી જમીનમાં જવાના રસ્તા મળતા નથી,રેલ્વે નીકળવાથી બાકી રહેલી જમીનની માર્કેટ વેલ્યું પણ ઘટી જાય છે. વળતર નકકી કરવામાં આ બધી બાબતો ધ્યાન માં લેવી જોઈએ.