કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા તાલુકામાં બોલુંદરા ગામે મેશ્વોનદીના પવિત્ર કાંઠે આવેલ શ્રીકૃષ્ણાશ્રમ વૈદિક સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા બે છાત્રો(ઋષિકુમારો) ચિ. શ્રીધર અને ચિ. હર્ષ ભરૂચ ખાતે યોજાયેલ રાજયસ્તરીય સ્પર્ધામાં ભાગ લઈને વેદકંઠપાઠમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને આ પાઠશાળાનું રાજ્યમાં ગૌરવ વધારવા બદલ અગ્નિહોત્રી પૂ.આત્રેયભાઈ વ્યાસ ,પાઠશાળાના આચાર્ય અને પ્રાધ્યાપક ગુરુગણે એમને અભિનંદન સહ આશીર્વાદ પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બોલુંદરા શ્રીકૃષ્ણાશ્રમમાં યજ્ઞ નારાયણ ભગવાનની એકસો વર્ષ ઉપરાંતના સમયથી પૂજા થાય છે,અહીં અનેક સેવા પ્રવૃતિઓ થકી સંસ્થા હમેશા ધમધમતી રહે છે.પૂ. અગ્નિહોત્રી આત્રેયભાઈ વ્યાસ અને અગ્નિહોત્રી જહાનવીબેન વ્યસન સાન્નિધ્યે વૈદિક સંસ્કૃત પાઠશાળા ઉપરાંત જરૂરિયાત મંદ અને નિરાધાર લોકોને
એમના ઘેર બેઠા ટિફિન પહોંચાડવાની અન્નસેવા વર્ષોથી ચાલે છે.વખતોવખત અહીં દરેક ઉત્સવો,પર્વો અમે તહેવારોની અદમ્ય ઉત્સાહ ઉમંગે, પુરા આધ્યાત્મિક વાતાવરણમાં ઉજવાય છે, યજ્ઞો,હવનો યોજાય છે.ગુરુકુલ જરવું હૂબહૂ માહોલમાં અહીં આવતા લોકો યજ્ઞ નારાયણના દર્શન કરી ધન્યતા અનુભવે છે.એકસો વર્ષ અગાઉ પ્રાતઃ વંદનીય પૂ. અગ્નિહોત્રી દાદાશ્રી કૃષ્ણરામ બાવજીએ પ્રગટાવેલી આ સેવાની જ્યોત એક શતક પુરૂ
કરી ચુકી છે,અહીં વણથંભી સેવાપ્રવૃત્તિઓ થકી માહોલ આધ્યાત્મિક,સેવામય અને ભક્તિભાવથી ભર્યો ભર્યો અને અલૌકિક અનુભવાય છે!!!