કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ અને ગવર્નિંગ બોડીની બેઠક કલેક્ટર કચેરી સભાખંડમાં યોજાઈ હતી.આ બેઠકમાં ક્લાઇમેટ ચેન્જ થી મનુષ્યના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અને તે અટકાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ક્લાઇમેટ ચેન્જ અને તેનાથી મનુષ્યના સ્વસ્થ્ય પર કેવી અસર થાય છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં જુદા-જુદા તાલુકામાં વાતાવરણ અને તેની વિવિધતા અંગે વિસ્તારથી ચર્ચા કરી આ પર્યાવરણીય આડઅસરો અને તેનાથી બચાવ અંગે લોકોમાં જાગૃતી લાવવા અંગે જિલ્લા સમાહર્તાશ્રી દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિટ એક્શન પ્લાન અને એર પોલ્યુશન કંટ્રોલ પર ભાર મૂકતા જવાવ્યું હતું કે પર્યાવરણને શુધ્ધ રાખવા માટે અને લોકોને રોગોથી બચાવવા માટે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર વધુ થાય અને વધુમાં વધુ ખેડુતો આ ખેતી કરતા થાય તે અંગે સંબંધીત અધિકારીઓને સુચન કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં કુદરતી રીતે ઇડર તાલુકામાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ઉનાળામાં હિટ વેવનું પ્રમાણ વધુ હોય છે. અત્યંત ગરમીની સ્વાસ્થ્ય પર નોધપાત્ર અસરો જોવા મળે છે.આ હીટ એક્શન પ્લાન નો હેતુ ઉનાળાની ઋતુમાં પડતી તીવ્ર ગરમીની સ્વાસ્થ્ય ઉપર પડતી નકારાત્મક અસરો ઘટાડવાની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન,અમલીકરણ, અને સંકલન માટેનું માળખું પૂરું પાડવાનો છે.આ પ્લાનનો પ્રાથમિક ઉદેશ સંબધિત જોખમી વસ્તી કે જેમને ગરમીનાં કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની વધારે શક્યતાઓ રહેલ છે તેમને યોગ્ય સાવચેતીનાં પગલાં લઇ શકે એ માટેનો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહ, મેડિકલ કોલેજના ડિનશ્રી કટારકર, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી ચારણ, ખેતીવાડી અધિકારીશ્રી વી.કે. પટેલ, પ્રદૂષણ પ્રતિરોધક અધિકારીશ્રી, ડો. પ્રણામી, ડો. ચાંદની તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.