કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધનસુરા તાલુકા માં ગવરમેન્ટ ઓફ ગુજરાત માં ચાલતા જી જી આર સી ના પ્રોજેક્ટ માં ખેડૂતો ને ૭૦% સબસીડી ડ્રિપ ઈરીગેશન સિસ્ટમ વસાવવા માટે આપવામાં આવે છે .ધનસુરા તાલુકા માં ઓછી ડ્રિપ થયેલ હોય તેવા ગામો પસંદ કરી જી જી આર સી બરોડા થી એમ.બી.પીઠીયા ,જાગૃતિબેન,ડીમ્પલ બેન તથા સાબરકાંઠા તેમજ અરવલ્લી ના જી જી આર સી ના અધિકારી તુષારભાઈ પરમાર સાહેબ દ્વારા ધનસુરા તાલુકા ના ગામડાઓ માં જઇ મિટિંગ કરવામાં આવી હતી.મિટિંગ માં ગામ માં ખેતી કરતા ખેડૂતો ને એક જગ્યા એ ભેગા કરી ડ્રિપ ઈરીગેશન કરવાથી થતા ફાયદા વિશે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડ્રિપ કરવાથી ઉત્પાદન માં વધારો,મજૂરી માં ફાયદો,પાણી ની બચત,ખાતર ની બચત,વીજળી ની બચત થાય છે.તાલુકા માં જે વિસ્તાર માં કેમ્પેઇનીગ કરી ખેડૂતો માં જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા ૭૦% જેટલી સબસિડી આપવામાં આવે છે.તો આ પધ્ધતિ અપનાવવા તથા સરકાર નો લાભ લેવા માટે ખેડૂતો ને નમ્ર અરજ કરવામાં આવી હતી .