કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લામાં ન્યુ સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને પી.આર.આઇ અને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્ર્મ અંતર્ગત એક દિવસીય કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશિબિરમાં સાબરકાંઠા જીલ્લા પંચાયત દ્વારા ચૂંટાયેલા જન પ્રતિનિધીઓને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલ આરોગ્ય સુવિધાઓ, તમામ આરોગ્યલક્ષી કાર્યક્રમો અને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જનપ્રતિનિધીઓ પ્રજાની વચ્ચે રહીને તેમને આરોગ્યલક્ષી સરકારી સેવાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે ગુજરાતને ટી.બી.( ક્ષય) મુક્ત કરવા માટે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમથી માહિતગાર કરી ગુજરાતને ટી.બી.મૂક્ત ગુજરાત બનાવવાના લક્ષ્ય તરફ લઈ જવા આ જનપ્રતિનિધીઓને આહવાન કરી સરકારની આરોગ્ય સેવાઓનો લાભ જન જન સુધી પહોંચાડવા અને દર્દીઓને સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે જોવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યશિબિરમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચારણ, જિલ્લા આરોગ્ય સમિતી ચેરમેન શ્રી શંકરભાઇ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધી હાજર રહી આ કાર્યશિબિરને સફળ બનાવી હતી.