નંબર મેળવવા ૨૪ માર્ચથી ૨૬ માર્ચ સુધી પાયાની રકમ ઓનલાઈન ભરી ઓનલાઈન એપ્લીકેશનમાં અરજી કરવાની રહેશે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાની મોટરિંગ જનતાને સરકારશ્રીના મોટર વાહન ખાતાના તા ૧૨ ઓક્ટોબર ૨૦૧૭ના પરિપત્ર મુજબ હવે અગાઉ મેન્યુઅલ ચાલતી ઓક્શન પ્રક્રિયાને બંધ કરી સરળ, નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયાનું અમલીકરણ કરવાનું થયું છે.
જેના ભાગરૂપે એ આર.ટી.ઓ મોડાસામા ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો માટે શરુ થયેલ નવી સીરીઝ GJ.31.P, GJ.31.M, GJ.31.N અને GJ.31.T ૦૦૦૧ થી ૯૯૯૯ નંબરો માટેની ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયા માટે પસંદગી નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોને તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગી નંબર મેળવવા આગામી તારીખ ૨૪ માર્ચ ૨૦૨૨ થી ૨૬ માર્ચ ૨૦૨૨ સુધી પાયાની રકમ ઓનલાઈન ભરી ઓનલાઈન એપ્લીકેશનમાં અરજી કરવાની રહેશે. તા.૨૭ માર્ચ ૨૦૨૨ થી સવારે ૧૨.૦૦ થી તા. ૨૮ માર્ચ સવારે ૧૧.૫૯ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ઓનલાઈન બિડિંગમાં ભાગ લેવાનો રહેશે.
આ બિડિંગ પ્રક્રિયામાં અરજદાર પસંદ કરેલ નંબર ટુ-વ્હીલર માટે રૂ.૨૦૦૦/- અને ફોર વ્હીલર માટે રૂ.૮૦૦૦/- ના ગુણાંકમાં બિડાણ કરવાની રહેશે.તા.૨૮ માર્ચ ૨૦૨૨ ના રોજ સાંજે ૦૫.૦૦ કલાકે ઓનલાઈન હરાજીમાં સફળ થયેલ ઉમેદવારને નંબર ફાળવી દેવામાં આવશે. જેની જાણ તેમને નોંધણી વખતે આપેલ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ પર કરવામાં આવશે.એમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.