કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મન્ડળનું વાર્ષિક અધિવેશન મોડાસાના ઓધારી મન્દીર પરિસરના પટાંગણમાં યોજાયું જેમાં 2022 ના અધિવેશનમાં અધ્યક્ષ સ્થાને પ્રમુખ ગુજરાત રાજય તેમજ અરવલ્લી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમુખ ગુજરાત રાજય તેમજ અરવલ્લી જિલ્લા વહીવટી કર્મચારી મંડળ પૂર્વ બોર્ડ સભ્યશ્રી એવા મહેન્દ્ર પી પટેલ અને મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મન્ડલના પ્રમુખશ્રી શઁકરભાઈ જે પટેલના માર્ગદર્શન હેઠળ તા 20/03/2022 ના રોજ ઓધારી માતાજીના હોલમાં યોજાયું અને ખુબ મોટી સન્ખ્યા માં નિવૃત કર્મચારી મંડળના સભ્યો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મંડળને દાન આપનાર દાનવીરોનું ચાંદીના સિક્કા આપી સન્માન કરવામાં આવ્યું હતું આ અધવિશેનને સફળ બનાવવામાં મંડળના મહામન્ત્રી શ્રી વિઠ્ઠલભાઈ પરમાર મન્ત્રીશ્રી ડાહ્યાભાઈ પટેલ કેશુભાઈ પ્રજાપતિ ચન્દ્રકાન્ત સુથાર તથા કારોબારી સભ્યશ્રીઓ એ તનતોડ મેહનત કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ અને આભારવિધિ બાદ કાર્યક્રમમાં હાજર રહેલ સભ્યશ્રીઓ ને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરી સર્વે છુટા પડેલ હતા