23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી શહીદો અમર રહોના નારા સાથે ઉના શહેર યુવા ભાજપા ટીમ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં 23 માર્ચ ૧૯૩૧ના રોજ દેશ માટે જેવો હસ્તે હસ્તે ફાંસીના માંચડે ચડનારા વીર ભગતસિંહ રાજગુરુ સુખદેવ ત્રણેય વીરલાઓને યાદ કરતા ઈન્કલાબ જીન્દાબાદ ના નારા સાથે આ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જે આયોજન જિલ્લા પ્રમુખ માનસિંગભાઈ પરમાર,પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ,સહિત જિલ્લા યુવા અધ્યક્ષ હિતેશ ભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા મંત્રી રાજુભાઈ ડાભી શહેર પ્રમુખ મિતેશ શાહ,મહામંત્રી સુનિલભાઈ મુલચંદણી યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણિયા,મહામંત્રી કિરીટભાઈ વાજા ઉના નગર સેવક ધીરુભાઈ છગ,રામજીભાઈ વાજા તેમજ સમગ્ર યુવા ભાજપા કાર્યકર દ્વારા પુષ્પાજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો..
પાયલ બાંભણીયા
ગીર સોમનાથ