કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આરવલ્લી દ્વારા બાયડ ખાતે, માર્કેટ યાર્ડ માં આજરોજ તા ૨૩/૩/૦૨૨ ના રોજ રજિસ્ટ્રેશન કેમ્પ નું આયોજન કરવા માં આવેલ કેમ્પ માં ૫૧ રજિસ્ટ્રેશન માટે અરજી આવી હતી
૫૧ રજિસ્ટ્રેશન અરજી કેમ્પ માં મંજૂર કરી કેમ્પ પર જ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપી દેવા માં આવેલ છે.અને ૨ લાયસન્સ અરજી આવતા ૨ લાયસન્સ અરજી મંજૂર કરી સ્થળ પર લાયસન્સ આપી દેવા માં આવેલ છે રજી.કેમ્પ ના ફાયદા નાના વેપારી, ફેરિયા ને તાલુકા કક્ષા એ ફૂડ રજી સર્ટિ મળી જતા જિલ્લા લેવલ જવું પડતું નથી નાના વેપારી ફૂડ કાયદા થી વાકેફ થાય
આમ પ્રજા ને હૈજેનિક કન્ડીશન માં ખાધ પદાર્થ મળતો થાય
કાયદા મુજબ સેફ ફૂડ વેપારી વેચતા થાય અને આમ જનતા ને સેફ ફૂડ મળી રહે સરકાર ને નાણાકીય આવક થાય
સારું ફૂડ મળતા ગ્રાહક ફરિયાદ ઘટશે આમ સરાહનીય કાર્ય કેમ્પ મારફતે થતા વેપારીઓ માં ખુશી જોવા મળી હતી