કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા વ્યવસાયો અને વિભિન્ન ક્ષેત્રમાં કામ કરતા શ્રેષ્ઠતમ વ્યક્તિઓનું બીનરાજકીય નિઃસ્વાર્થ સમાજસેવી રાષ્ટ્રીય સંગઠન છે. આ નિસ્વાર્થ સ્થાપનાનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ભાવના સાથે સમાજનો સર્વાંગી વિકાસ સાધવાનો છે. વિકાસની વ્યાખ્યામાં સામાજિક સાંસ્કૃતિક, નૈતિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક વિગેરે તમામ પ્રકારની સેવાનો સમાવેશ છે સને ૧૯૬૩ માં દિલ્હી ખાતે પ્રથમ શાખા શરૂ કર્યા પછી આજે સમગ્ર દેશમાં પરિષદની ૧૫૦૦ ઉપરાંત શાખાઓ છે. આજે દેશમાં ૭૫,૦૦૦ પરિવાર એટલે કે લગભગ ૧,૫૦,૦૦૦ સભ્યો નિઃસ્વાર્થ ભાવે સમાજ ઉત્થાન અને સેવાકાર્યો કરી રહ્યા છે દેશને ૧૦ શ્રેત્રો અને ૭૫ પ્રાંતમાં કાર્યની દ્રષ્ટિએ વહેંચવામાં આવ્યા છે આજે દેશનો એક પણ ભાગ એવો નથી કે જેમાં ભારત વિકાસ પરિષદની શાખા ન હોય તે પૈકીની અરવલ્લી જિલ્લામાં મોડાસામાં 4 વર્ષથી કાર્યરત ભારત વિકાસ પરિષદની શાખા કાર્ય કરી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમવાર રાષ્ટ્રવાદી વિચાર ધારાના પ્રખર વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠની મોડાસા શહેર ખાતે જાહેર સભાનું આયોજન ૨૪ માર્ચ ૨૦૨૨ ને ગુરુવારના રોજ રાત્રે ૮-૦૦ કલાકે મોડાસા સર્વોદય હાઈસ્કૂલના મેદાનમાં જાહેર સભાનું આયોજન કરેલ છે ત્યારે ભારત વિકાસ પરિષદ મોડાસા દ્વારા આયોજિત જાહેર સભામાં અરવલ્લીની જનતાને ભારત વિકાસ પરિષદ, મોડાસાના પ્રમુખ ડૉ.એન જી બિહોલા, મંત્રી રાજેન્દ્રભાઇ પટેલ, મોહનભાઇ પટેલ, બિહારિભાઈ પટેલ,સુમનભાઈ પટેલ, નીતિન પંડ્યા,ગૌરાંગ સોની તેમજ સમસ્ત કારોબારીએ જાહેર આમંત્રણ પાઠવી જાહેર સભામાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું