કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્ર્મ યોજાયા હતા. સમગ્ર ગુજરાત અને ભારતમાં ક્ષય (ટી.બી.) નિર્મૂલન માટે વિષેશ કાર્યક્ર્મ અંતર્ગત હિંમતનગર સીવિલ હોસ્પિટલ ખાતેથી રેલી પ્રસ્થાન કરી મુખ્ય બજારમાં દરેક લોકોને અને ફેરીયાઓને જાગૃતિ માટેના ચોપાનીયા આપીને ક્ષયના દર્દીઓને સરકાર દ્રારા અપાતા લાભો અંગે જાગૃત કર્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૦માં કુલ ૩૫૮૩ દર્દીઓ જેમાથી ૯૦% દર્દીઓ એટલે કે ૩૨૧૩ દર્દી સાજા થયા હતા. જ્યારે આ વર્ષ ૨૦૨૨માં ટી. બી. ના કુલ ૧૦૭૮ દર્દી છે જેમને પોષણ યુક્ત આહાર અને દવા માટે સરકાર દ્રારા વર્ષ ૨૦૨૧માં નોંધાયેલ કુલ દર્દીઓને સરકારશ્રી ની ડી.બી.ટી. દ્રારા (નિક્ષય પોષણસહાય યોજના) રૂ. ૭૯,૩૭,૫૦૦ સીધા ટી. બી.ના દર્દીઓના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા.
સાબરકાંઠા જીલ્લાના ક્ષય કેન્દ્ર, હિંમતનગર ખાતે સાબરકાંઠા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. રાજેશ પટેલ તથા જીલ્લા ક્ષય અધિકારીશ્રી ર્ડા. ફાલ્ગુનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ લોકોમાં ટીબી રોગ વિશે જન જાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યુ.
રેલીમાં જોડાયેલ નર્સિગ કોલેજના વિધાર્થિઓને ટીબી રોગ વિશે વ્યાખ્યાન આપી તેમને જીલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી નિર્મૂલન (૨૦૨૫) જન આંદોલનમાં સક્રિય ભાગીદારીતા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
તદ્ઉપરાંત સાબરકાંઠા જીલ્લામાં ૨૪મી માર્ચ થી ૧૩ એપ્રિલ ૨૦૨૨ સુધી કુલ ૨૧ દિવસ ટી.બી. રોગ બાબતે કેમ્પેઇન પ્રવૃત્તિ કરવામાં આવશે.