ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને અસાજીક પ્રવૃત્તિઓ અંકુશમાં રાખવા સારું કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી.
જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારી શ્રી એસ.કે.ત્રીવેદી સાહેબના માર્ગદર્શનમાં ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.કરમટીયા તથા તેમની ટીમ દ્રારા ખોપાળા ગામે અમરશીભાઈ રામજીભાઈ માણીયાએ કેટલાક ઈસમોએ પોતાની વાડીએ અજાણી સ્ત્રી મોકલી પોતાને હની ટ્રેપમાં ફસાવી રુપિયા ૧૫ લાખની ખંડણીની માંગણી કરેલ અને જો ના આપે તો બળાત્કાર જેવા ખોટા ગુનામાં ફસાવી દેવાની અને બદનામ કરવા સારૂ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપેલાની ફરીયાદીની ફરીયાદ આરોપીઓ
૧)ધુડાભાઈ ભોપાભાઈ પરમાર ભરવાડ રહે, ખોપાળા,ગઢડા
૨)લાખાભાઇ ભીમજીભાઈ ભરવાડ રહે, ખોપાળા,ગઢડા
૩)પરેશભાઈ કાનાભાઇ અલગોતર ભરવાડ રહે,ફુલસર ભાવનગર
૪)રણજીતભાઇ શંભુભાઈ ચૌહાણ રજપૂત રહે,મોટા ખુંટવાડા,તા.મહુવા
૫)પ્રતાપભાઈ ભીમાભાઇ વાળા કાઠી દરબાર રહે,સાવરકુંડલા,અમરેલી
૬)આફરીદ હબીબભાઈ ચૌહાણ રહે, સાવરકુંડલા,અમરેલી મુળ રહે,રાજકોટ
૭)રેખાબેન ઉર્ફે દયા હિતેષભાઈ ઝાપડા રહે,સાવરકુંડલા, અમરેલી મૂળ રહે,રાજકોટ નાઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓ દ્વારા ચોક્ક્સ વ્યક્તિઓની પસંદગી કરી, અવાવરૂ જગ્યાએ દિવસે/રાત્રે, મહિલાને એકલી મોકલી, અશ્લીલ વર્તન કરાવી, આ ટીમના સભ્યો દ્વારા ઓચિંતા ત્યાં પહોંચી જઈ ફોટોગ્રાફી કે વિડિયો ગ્રાફી કરી ખંડણી ની માંગણી કરી ને પૈસા પડાવવા જે અનુસંધાને ગઢડા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા
૧) ધુડાભાઇ ભોપાભાઈ પરમાર ભરવાડ રહે, ખોપાળા,ગઢડા
૨)રણજીતભાઇ શંભુભાઈ ચૌહાણ રજપૂત રહે,મોટા ખુંટવાડા,તા.મહુવા
૩)પ્રતાપભાઈ ભીમાભાઇ વાળા કાઠી દરબાર રહે,સાવરકુંડલા અમરેલી
૪)આફરીદ હબીબભાઈ ચૌહાણ હાલ રહે, સાવરકુંડલા,અમરેલી, મૂળ રહે,રાજકોટ
૫)રેખાબેન ઉર્ફે દયા હિતેષભાઈ ઝાપડા રહે, સાવરકુંડલા, મૂળ રહે,રાજકોટ
ઉ૫રોક્ત ઇસમોની તાત્કાલીક ધરપકડ કરેલ છે જ્યારે લાખાભાઇ ભીમજીભાઈ ભરવાડ તથા પરેશભાઈ કાનાભાઇ અલગોતર નાઓ નાસ્તા ફરતા હોય આશરો આપનાર વિરૂદ્ધ પણ પોલીસ કાયદાકીય પ્રક્રિયાનો ગાળીયો વધુ કશી રહી છે.
બોટાદ જિલ્લા પોલીસ અને ગઢડા પોલીસ ટીમ વતી જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે કે, આવી કોઈ પણ વ્યક્તિ હની ટ્રેપ નો ભોગ બની હોય તો કોઇપણ પ્રકાર નો ડર કે શરમ રાખ્યા વગર તાત્કાલીક પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવવી અને કોઈ પણ વ્યકિતઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવી નહિ અને કરશે તો તેઓ વિરૂદ્ધ કાયદા અનુસાર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ સોલંકી